ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ, ખેતી, સપ્લાઈ ચેઇન, નિકાસ અને ઇ-કોમર્સ ક્ષેત્રે લોજિસ્ટિકનું મહત્વ અનેરૂ: ઓટોમેશન, ડિઝિટાઈઝેશન અને આધુનિક વેરહાઉસ બનતા ક્ષેત્ર વેગવંતુ બનશે
અબતક, નવીદિલ્હી
કોઇ પણ દેશમાટે લોજિસ્ટિક સૌથી મહત્વનું ભાગ હોય છે ત્યારે જે દેશમાં લોજિસ્ટિક વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલતી હોય તે દેશની અર્થવ્યવસ્થા પુરપાટ આગળ વધતી હોય છે. પરંતુ વૈશ્વિક સ્તર ઉપર જે કોરોનાની મહામારી જોવા મળી છે તેનાથી લોજિસ્ટિક ક્ષેત્રને પણ ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે અને ઘણું ખરું નુકસાન પણ વેઠવું પડ્યું છે. ભારત દેશમાં પણ લોજિસ્ટિક્સ સેવા ને ઘણી ખરી અસર પહોંચી છે ત્યારે આવનારા સમયમાં આ પ્રકારની કોઈપણ પ્રકારની તકલીફ ન ઉદભવે તે માટે સરકાર દ્વારા અનેક પગલાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સૌથી મોટી વાત તો એ છે કે ભારતમાં કોરોના ની ત્રીજીવેવ શરૂ થઈ ચૂકી છે પરંતુ તે ઘાતક ન હોવાના કારણે લોજિસ્ટિક માટે એક સારો અવસર ઉદભવી થયો છે અને જેનો લાભ લઇ મંદ પડેલું ક્ષેત્ર ફરી ધમધમતું થશે અને દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર ચડાવવામાં મદદરૂપ પુરવાર થશે.
તજજ્ઞોના જણાવ્યા મુજબ લોજિસ્ટિક ક્ષેત્ર તે અર્થવ્યવસ્થાને દોડતી કરવામાં ખૂબ મદદરૂપ થાય છે ત્યારે વિવિધ ક્ષેત્રો સાથે લોજિસ્ટિક જોડાયેલું છે જેથી તે તમામ ક્ષેત્ર જો ઝડપથી પુન: સ્થાપિત થશે તો લોજિસ્ટિક મારફતે તેઓને પણ આર્થિક લાભ થશે સાથોસાથ દેશની અર્થવ્યવસ્થા પણ પૂર ઝડપે આગળ વધશે. આ તકે લોજિસ્ટિક ને વધુ મજબૂતી આપવા માટે વિવિધ ક્ષેત્રો જેવા કે,ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ, ખેતી, સપ્લાઈ ચેઇન, નિકાસ અને ઇ-કોમર્સમાં વેગ અપાવવા માટે પ્રયતાનો હાથ ધરવા ખુબજ જરૂરી છે, તોજ લોજિસ્ટિક ક્ષેત્ર ઝડપથી આગળ વધશે. એટલું જ નહીં સુચારુ લોજિસ્ટિક વ્યવસ્થાના પગલે વિદેશી હૂંડિયામણ ભારતમાં આવતું હોય છે એટલું જ નહીં આ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો પણ રહેલી છે ત્યારે દરેક ક્ષેત્ર ની સરખામણીમાં લોજિસ્ટિક ક્ષેત્રનું મહત્ત્વ ખૂબ જ જરૂરી છે ત્યારે હાલની સ્થિતિએ ભારત માટે લોજિસ્ટિક ક્ષેત્રને ફરી પૂરપાટ દોડતું કરવાની સૌથી મોટી તક ઉદભવીત થયેલી છે.
ઇકોનોમિક સર્વે આધારે એ વાત સ્પષ્ટ થતી હતી કે વર્ષ 2020માં લોજિસ્ટિક ક્ષેત્ર 215 બિલિયન ડોલરે પહોંચશે જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્વનું અને અત્યંત આવશ્યક બની રહેશે. પરંતુ કોરોના ના પગલે જે રીતે લોકડાઉન લગાડવામાં આવ્યો તેને લઇ સપ્લાય ચેઇન ની સાથે પેકેજીંગ ઇન્ડસ્ટ્રીને પણ ગણિત માંથી અસરનો સામનો કરવો પડયો હતો અને તેની સીધી અસર લોજિસ્ટિક ક્ષેત્ર ઉપર પડી હતી. પરંતુ બીજી સૌથી મોટી વાત એ છે કે ત્રીજી વેવ ઘાતક ન હોવાના કારણે લોજિસ્ટિક ક્ષેત્ર વેગવંતુ બની શકે છે,અને તેની અસર સીધીજ દેશના અર્થતંત્ર પર જોવા મળશે. અંતમા એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે લોજિસ્ટિક ક્ષેત્રને વધુ ઝડપી બનાવવા અને અસરકારક બનાવવા માટે ડિજીટાઇઝેશન, ઓટોમેશન અને સારા એવા હવે હાઉસ બનાવવા માટે આગળ આવવું જોઈએ જો આ કરવામાં ભારત દેશ સફળતા હાંસલ કરશે તો તેનો સીધો જ ફાયદો દેશને અને વિવિધ ઉદ્યોગો ને મળતો રહેશે.