કોરોનાએ નિર્વૃતોને પણ આટીમાં લીધા આવક ઘટાડી નાખી
કોરોનાએ માત્ર લોકડાઉન માં માત્ર કામ ધંધા પર જ અસર નથી કરી પરતું બૅન્ક અને પોસ્ટ ઓફિસના વ્યાજદર પણ ઘટાડી નાખ્યા છે તેનું કારણ ખાલી કોરોના નહીં સાથે સાથે સરકાર અને RBIના રેપોરેટના ઘટાડા પણ જવાબદાર છે, હાલ જોઈએ તો દેશના નિર્વૃત કર્મચારીઓ તેમની મરણમૂડી બધી જ પોસ્ટઓફિસમાં જમા કરે છે પરતું પોસ્ટ દ્વારા પણ કોરોનના કારણે વ્યાજદરમાં ઘટાડો કરાયો છે.
પોસ્ટઓફિસમાં રોકાણએ સૌથી વધુ સુરક્ષિત મનાય છે અને તેના દ્વારા અપાતું વ્યાજ પણ સરકારી બૅન્કો કરતાં વધુ હોય છે તેથી જોઈએ તો હવે કોરોનાની સ્થિતિના કારણે તેમાં બહું જ ફેરફાર થયો છે અને ભારી ભરખમ ઘટાડો થયો છે જે નીચે મુજબ છે.
સ્કીમનુંનામ | પહેલાનો વ્યાજદર | હાલનો વ્યાજ દર | ઘટાડો |
કિશાન વિકાસ પત્ર | 7.6% | 6.9% | 0.7% |
સુપર સિનિયર સીટીઝન સ્કીમ | 8.6% | 7.4% | 1.2% |
માસિક આવક સ્કીમ | 7.6% | 6.6% | 1% |
નેશનલ સેવિંગ સ્કીમ | 7.9% | 6.8% | 1.1% |
પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ સ્કીમ (1,2,3 વર્ષ માટે) | 6.9% | 5.5% | 1.4% |
પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ સ્કીમ (5 વર્ષ માટે) | 7.7% | 6.7% | 1% |
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડેપોઝિટ | 7.2% | 5.8% | 1.4% |
પી.પી.એફ સ્કીમ | 7.9% | 7.1% | 0.8% |
ઉપરોક્ત ઘટાડાને જોઈએ તો જેના કારણે વૃદ્ધ લોકોની આવક 1,00,000/- રૂપિયા પ્રમાણે ગણતરી કરીયે તો 1000 થી 1500 રૂપિયા જેટલું વ્યાજની આવકમાં ધટાડો થયો છે જે આમ થવા પાછળનું કારણ છે કે RBIએ રેપોરેટમાં ઘટાડો કરતાં બેન્કોને હવે વધારે રૂપિયા મળસે અને પોસ્ટ ઓફિસને પણ વધુ પડતાં રૂપિયા મળસે જેના કારણે પોસ્ટના વ્યાજદર ઘટ્યા છે.
સરકાર દ્વારા સિનિયર સિટીઝનોને ઘરે જ રહેવાની સલાહ અપાઇ છે અને તેમને બહાર ન નિકળવા હૈયાધારણા આપવામાં આવી રહી છે પરતું કોરોનાએ તેમને માનસિક અને શારીરિક ચૂનોતી સાથે આર્થિક સમૃદ્ધિ પણ ઘટાડી છે.