જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ યથાવત : કુલ ૧૫૪ કોરોનાગ્રસ્ત, ૧૧ના મોત
ભાવનગર જિલ્લામાં કોરનાનો કહેર વરસ્યો હોય તેમ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી એક સાથે વધુ ૮ દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. અને શહેરના એક કોરોના પોઝિટિવ વૃદ્ધ દર્દીઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૫૬ કોરોના પોઝિટિવ કેસ અને ૧૧ લોકોના વાયરસે ભોગ લીધાનું જાણવા મળ્યું છે.
ભાવનગરમાં કોરોના બ્લાસ્ટ થતા શહેરમાં કુલ ૬ કોરોના પોઝિટીવ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૨ કોરોના પોઝિટિવ કેસ જિલ્લામાં એક દિવસમાંજ કુલ ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને શહેરમાં આનંદનગર વિસ્તારમાં આવેલા પોઝિટિવ વૃદ્ધનું મોત નિપજ્યું છે. ભાવનગર શહેર વિસ્તારમાં ભરતનગર માં રહેતી સિદ્ધિ સાથિયા (ઉ.વ.૨૪), વિરભદ્ર અખાડા વિસ્તારમાંથી નેહાબેન ચિરાગભાઈ ધંધુકિયા(ઉ.વ.૩૫), તેમના પતિ ચિરાગભાઈ દિનેશભાઇ ધંધુકિયા (ઉ.વ.૪૩), અડોડીયાવાસમાંથી સ્વિમ રવિન્દ્ર ઇન્દ્રે (ઉ.વ.૧૫), એ જ વિસ્તારના નેન્સી સંજયભાઈ તમાપચે (ઉ.વ.૨૦), સવિતાબેન સવજીભાઈ ડોડીયા (ઉ.વ.૬૨) આ તમામ પોઝિટિવ દર્દીઓ અમદાવાદથી ભાવનગર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેઓને ભાવનગરની હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઉમરાળા ગામે રહેતા કાંતિભાઇ કેશુભાઈ ઝાલા (ઉ.વ.૩૫) નામના યુવાનને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.અને અગાઉ મોટા ચારોડીડિયા ગામે પોઝિટિવ આવેલા યુવાનના પિતા દોહા ભાઈ વલ્લભભાઈ ભરવાડિયા (ઉ.વ.૬૨) ને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
જ્યારે ભાવનગર શહેર વિસ્તારમાં આનંદનગરમાં રહેતા ધનજીભાઈ ધુડાભાઈ સોલંકી નામના ૬૬વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમનું આજ રોજ ચાલુ સરવારમાં મોત નિપજ્યું હતું.
ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સૌથી આગળ છે. ભાવનગરમાં વધુ ૮ પોઝિટિવ કેસ આવતા કુલ કોરોનાગ્રસ્ત ની સંખ્યા ૧૫૪ થઈ છે. અને વધુ એક વૃદ્ધનું મોત નિપજતા જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૧૧ થયો છે. આરોગ્ય વિભાગે તમામ પોઝિટિવ દર્દીઓને આઇસોલેટ કરી ક્લોઝ કોન્ટેક્ટને ક્વોરેઇન્ટઇન કરવાની કામગીરી હાથધરી છે.