રાજ્યમાં કુલ 3160 કેસ નોંધાયા, 2028 દર્દીઓ ડિસ્ચાર્જ થયા: 3 લાખ લોકોનું વેક્સિનેશન
સૌરાષ્ટ્રમાં કોરોના બેફામ બન્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રના અડધો અડધ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 311 થઈ ગઈ છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મોત પણ નિપજી ચુક્યા છે. જો કે સામે પોરબંદરમાં રાહત જોવા મળી છે. અહીં માત્ર એક કેસ જ નોંધાયો છે.
રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3160 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 2028 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 665 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 283 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 28 કેસો નોંધાયા છે. આમ કુલ 311 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 144 અને ગ્રામ્યમાં 38 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 9111 અને જિલ્લામાં 10,609 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે. જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 70 અને ગ્રામ્યમાં 54 મળી કુલ 124 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 40 અને ગ્રામ્યમાં 30 મળી 70 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 3567 અને જિલ્લામાં 5528 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 60 અને ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા છે. શહેરમાં 23 અને ગ્રામ્યમાં 6 મળી કુલ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 4284 અને જિલ્લામાં 7731 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 18 અને ગ્રામ્યમાં 14 મળી કુલ માત્ર 32 કેસ જ નોંધાયા છે. જ્યારે શહેરમાં 9 અને જિલ્લામાં 13 મળી 22 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 2906 અને જિલ્લામાં 7876 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.
જ્યારે દેવભૂમિ દ્વારકામાં 23 કેસ નોંધાયા છે. 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 2665 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 10 કેસ નોંધાયા છે. 14 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અને 2345 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 33 કેસ નોંધાયા છે. સામે 11 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2396 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 20 કેસ નોંધાયા છે. 8 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 9469 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 22 કેસ નોંધાયા છે. 13 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 1828 લોકોને વેકસીન આપવામાં આવી છે. બોટાદ જિલ્લામાં 10 કેસ નોંધાયા છે. 3 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સામે 1552 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં રાહત રહી છે. અહીં માત્ર એક જ કેસ નોંધાયો છે. સામે 3344 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.