કોરોનાની મહામારી હવે વૈશ્વિક સમસ્યાનો રૂપ ધારણ કરી ચૂકી છે વિશ્વકર્મા ધીરે આ મહામારી કાબુમાં લાવવા અને એની “કારગત” સારવાર નાઈલાજ માટેની મથામણ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોવિડ ૧૯ જન્ય કોરોનો સંપૂર્ણપણે ઓળખી શકાયું નથી તાવ અને શરદી સાથે સંલગ્ન આ બીમારી ના જનક ગણાતા વાયરસ ની આ ૧૯ મી પેઢી કે આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે વાયરસ અંગે વિવિધ માન્યતાઓ તેના ઇલાજ ના ઉપાયો અને રસી ના નિર્માણની તમામ બાબતો હજુ સંપૂર્ણપણે ઉકેલવામાં સફળતા મળી નથી આ બીમારી સાથે જો અને તો શક્યતાઓ સંભાવનાઓ અને ગોચર અગોચર બાબતોનો એવું ગૂંચવાડો ઊભો થયો છે કે દવા બનાવવાથી લઈને તેની સારવારમાં સાચી અને ઉત્તમ પદ્ધતિ કઈ છે તે હજુ પૂરેપૂરું નક્કી કરવામાં મુશ્કેલી પડી રહી છે, વળી આ બીમારી ગેરમાન્યતાઓ અને અફવાઓથી વધુ ખરાબ પરિણામો લાવનારી બની રહે તે માટે ભારતમાં તો એપિડેમિક એક્ટ અન્વયે કોરોના અંગે કોઈ પણ ખોટી માન્યતા આપવા કે જાહેરમાં સાર્વજનિક ધોરણે અસર પડે તેવી વાતો કરવા પર પણ પ્રતિબંધ છે ,એપેડેમીક એક્ટ આ બીમારી દરમિયાન માહોલ માં અફરાતફરી ન થાય તે માટે લાગુ કરવામાં આવ્યું છે પરંતુ મહદંશે કેટલીક બાબતોમાં નિષ્ણાતો પોતાની સાચી વાત જાહેર કરવામાં એપેડેમીક એક્ટ ના ભંગથી ડરીને સાચી વાત કરતાં ખચકાય છે , કોરોના ની લાક્ષણિકતાઓ ના અભ્યાસ અને તેના ઈલાજ માટે ની માર્ગદર્શિકાઓ માં અત્યાર સુધી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ અનેકવાર ફેરફારો કર્યા હતા સોશિયલ ડિસ્ટન્સ,કોરોનટાયન, પિરિયડ, સેનેટાઈઝરપદાર્થ, સારવાર ઈલાજ ની પદ્ધતિ અને કોરોના ના લક્ષણો અંગે ની પૂર્વધારણાઓ માં ઘણા ઘણા ફેરફારો થઈ રહ્યા છે હજુ એ વાત નિશ્ચિત નથી કે આ બીમારી કેવા લક્ષણ ધરાવે છે ?તેનો અસરકારક ઈલાજ શું છે? અને તેને સંપૂર્ણ કાબુમાં લેવા માટે કેટલો સમય લાગશે? રસી આવી રહી છે ત્યારે આ રસી નો ઉપયોગ કેટલો કારગત નિવડશે? તેની આડઅસર શું હશે? કેવા વર્ગના લોકોને આ રસી આપવી જોઈએ? કયુ વર્ગ રસી ન લે તો ચાલે? અનેક એવા લોકો માટે રસી ન લેવી ઘાતક બને? તે કોઈ વાત અને પરિસ્થિતિ હજુ નિશ્ચિત બની નથી.
દર્દીમાં સંક્રમણના લક્ષણો કેવા હોય? રોગ લાગુ પડી ગયા પછી કેવી સારવાર કરવી? દર્દી અને સાચા વ્યક્તિને કેટલું અંતર રાખવું? કેટલા સમય સુધી અલગ રહેવું? પોઝિટિવ ટેસ્ટ આવ્યા પછી નેગેટીવ ટેસ્ટ સુધીનો સમયગાળો કેવી રીતે વિતાવવો? બે ટેસ્ટ વચ્ચે કેટલું અંતર રાખવું? વાઈરસની મારક તા, શક્તિ, આયુષ્ય, કદ કાઠી, આકાર હજુ માત્ર અનુમાનિત ધોરણેજ બધું કામ ચલાવાઇ રહ્યું છે, શરૂઆતમાં જ્યારે આ બીમારી જાહેર થઈ ત્યારે ઓછામાં ઓછા છ મીટર સુધી અંતર રાખવાની વાત હતી પછી તેમાં ઘટાડો કરીને ત્રણ મીટર કરવામાં આવ્યો હવે સંક્રમિત દર્દીઓના કોરોના પિરિયડમાં પણ ઘટાડોકરીને સાત દિવસ કરવામાં આવ્યા , માસ્ક માટે ૯૫ માઇક્રોન નું માપ આદર્શ માનવામાં આવે છે ત્યારે૯૫ માઇક્રોનથી ઓછાકદના કોરોના વાયરસ ને તે ની અસર ન થાય? માસ ના બદલે રૂમાલ કે કપડાં થી મોઢું ઢાંકવા ને પણ છૂટ આપવામાં આવી છે? જ્યારે કેટલાક લોકો એવું માનવું છે કે ભજ્ઞદશમ-૧૯ નું કદ ૭૦ માઇક્રોનથી નાના કદના છિદ્ર માંથી પણ પસાર થઈ જાય એટલું હોય છે આ માન્યતા ધરાવતા લોકો આગળ આવતા નથી તો કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે માસ્ક પહેરવાથી પણ ભજ્ઞદશમ ૧૯ ના વાયરસ ની કદ કાઠી વધુ નાની હોવાથી વાતાવરણમાંથી સહેલાઈથી વિષાણુ શરીરમાં પ્રવેશ કરી શકે છે ૭૦ માઇક્રોનથી ઓછા કદ નાઆવરણથી શ્વાસ લેવામાં તકલીફ થાય, અત્યારે વાયરસથી બચવા માટે માસ્ક ને આદર્શ ઈલાજ ગણવામાં આવે છે તો કેટલાક નિષ્ણાતો માને છે કે સતત માસ્ક પહેરી રાખવાથી એસપીઓ ટુ નું પ્રમાણ ઘટી જાય, વળી મોઢા પર માસ્ક પહેરી રાખવાથી ફેફસા માંથી બહાર નીકળતું કાર્બન ડાયોક્સાઇડ મોઢા પાસે જ જમા થતું રહે છે અને ફરીથી તે શ્વાસમાં જાય છે તેનાથી એસપીઓ ટુનું પરમાર ઘટે છે અને ફેફસાની કાર્યક્ષમતા ઘટવા ની અને ઝેરી વાયુ શરીરમાં પાછું જવાથી મુશ્કેલી સર્જાઈ છે.
જોકે આવી માન્યતા ધરાવતા લોકો ની સંખ્યા ઓછી છે પરંતુ માસ્ક પહેરવાથી ફાયદાને બદલે નુકસાન જાય તેવી વાત કરવી અત્યારે એપેડેમીક એક્ટ-હેઠળ ગુનો બનતો હોવાથી આવી માન્યતા ધરાવતા અને પ્રયોગશીલ નિષ્ણાતો પોતાનો મત વ્યક્ત કરતા નથી. ભારતમાં કોઈ પણ લોકો આ વાયરસથી બચી નહીં શકે તેવી આશંકા ને હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ સમર્થન આપ્યું છે. કોરોના ની સમયસરની સારવાર થી તે સંપૂર્ણપણે નિવારી શકાય તેવો રોગ જણાવવામાં આવે છે પરંતુ હજુ તેની સંપૂર્ણ ઓળખ મળી નથી ત્યારે વિશ્વભરમાં કોરોના વોરિયર્સ અને આ રોગચાળા સામે ઝઝૂમતા આ લોકોને એ વાતનો સંશય છે કે અત્યારે જે વ્યવસ્થા છે તે ક્યાં સુધી આદર્શ ગણાશે ?એવું પણ બને કે નવા સંશોધન અને પરીક્ષણ થી અત્યારની સાવચેતીની વ્યવસ્થા ભૂલભરેલી સાબિત થાય! આ રોગઅને તેનાવાયરસ સમય સાથે રંગ બદલી રહ્યું છે તેવા સંજોગોમાં તેનો ઈલાજ નું આદર્શ પરિમાણ કયુ કહી શકાય? તે આજની તારીખે નક્કી નથી ત્યારે આ રોગચાળાની અત્યારની ઓળખાયેલી લાક્ષણિકતાઓ મુજબ વધુમાં વધુ સાવચેતી રાખવી એ જ એક ઈલાજ છે