હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે 500 બેડની ઓક્સિજનની સુવિધા સાથેનું ડેડીકેટેડ કોરીડ હેલ્થ સેન્ટર અને 500 બેડનું કવીડ કેર સેન્ટર ગત તા. 24 માર્ચથી શરુ કરી દેવામાં આવ્યું છે.રાજય સરકારના માર્ગદર્શન મુજબ રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ખાળવા માટે અસરકારક પગલાં લેવાયા છે. સાથોસાથ સારવાર માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જુદીજુદી વ્યવસ્થાઓ સુનિશ્તિ કરવામાં આવી છે.
સમરસ સેન્ટરના અધ્યક્ષ અને પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલની સીધી દેખરેખ હેઠળ બંને સેન્ટર હાલ પૂર્ણ કક્ષાએ કાર્યરત છે. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, અહી 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પૈકી 292 બેડ તૈયાર છે અને બાકીના બેડ પૂર્ણ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.10 એપ્રિલના સવારે 8.00 કલાકની પરિસ્થિતિએ 265 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 226 દર્દીઓ ઓક્સિજન પર છે. તેમજ 38 દર્દીની રૂમ વાતાવરણમાં સારવાર ચાલી રહી છે. હાલની પરિસ્થિતિએ 27 બેડ ઉપલબ્ધ છે.
હાલ ડેડીકેટેડ કોરીડ હેલ્થ સેન્ટર ખાતે ડો. મેહુલ પરમાર, ડો. પીપળીયા તેમજ કોવીડ કેર સેન્ટર ખાતે ડો. જયદીપ ભૂડિયાની અધ્યક્ષતામાં 150 થી વધુનો મેડિકલ સ્ટાફ દર્દીઓની સારવાર કરી રહ્યા છે.