કોરોના મહામારીમાં અખબારમાં છપાતા શ્રધ્ધાંજલિ પૃષ્ઠો વિશે પત્રકાર જયેશ ઠકરારે જર્નાલિસ્ટ જોઆના સ્લેટરને આપી માહિતી

અમેરિકાના અખબારમાં રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિનો ચિતાર રજૂ થયો છે. હાલ કોરોનાને કારણે જે મૃતકોનો આંક વધી રહ્યો છે.અને ટપોટપ લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે અખબારોમાં પણ અવસાન નોંધ, શ્રધ્ધાંજલિના પાના વધી રહ્યા છે જેની નોંધ અમેરિકાનાં પત્રકારે લઈ અમેરિકાના અખબારમાં રજૂ કરી છે.અમેરિકાના પત્રકાર જોઆના સ્લેટરે આ અંગે રાજકોટ મિડિયામાં મોટુ નામ ધરાવતા અને સંદેશના નિવાસી તંત્રી જયેશ ઠકરારનો ઈન્ટરવ્યુ લીધો હતો.રાજકોટમાં છેલ્લા દોઢેક મહિનાથી કોરોનાના કેસો સતત વધ્યા હતા સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો હતો. જેની અસર અખબારોમાં પ્રસિધ્ધ થતી શ્રધ્ધાંજલિ અને અવસાન નોંધના પૃષ્ઠિથક્ષ પણ જોઈ શકાતી હતી.

‘વોશિંગ્ટન પોસ્ટ’ અખબારમાં કોરોના મહામારીની રાજકોટની પરિસ્થિતિ પ્રસિધ્ધ થઈ. જે અનુસાર સામાન્ય રીતે કોઈપણ દૈનિકમાં શ્રધ્ધાંજલિ-અવસાન નોંધના એક કે બે પૃષ્ઠો છપાતા હોય છે.પરંતુ એપ્રિલ માસમાં આ પૃષ્ઠોમાં વધારો જોવા મળ્યો જયેશ ઠકરારે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આટલી હદે લોકો મૃત્યુ પામતા હોય તેવું તેણે પ્રથમવાર જોયું છે.વોશિંગ્ટન પોસ્ટમાં જણાવ્યા મુજબ કોરોનાના મૃત્યુઆંકમાં ઘણો વિરોધાભાષ જોવા મળી રહ્યો છે.કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ થયા હોય તેમાથી પણ બહુ જુજ લોકોને સતાવાર રીતે કોરોનાથી મૃત્યુ પામવાનું જણાવાય છે.આ રીતે અમેરિકાના ‘વોશિંગ્ટન પોસ્ટ’માં રાજકોટના અખબારમાં શ્રધ્ધાંજલિ પૃષ્ઠોનો ચિતાર રજૂ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.