તાત્કાલીક પગલા લેવાય તો અનેકવિધ જીવો બચી શકે :પૂર્વ મંત્રી તારાચંદ છેડા ની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
કચ્છ જિલ્લાના કોરોના ની સ્થિતિ માં વહેલી તકે પગલા લેવા પૂર્વ મંત્રી તારાચંદ છેડાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલને રજૂઆત કરી છે
કચ્છ જિલ્લામાં ની પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને સુરત અને રાજકોટની જેમ જ કચ્છ જિલ્લાની મુલાકાત લઇ અધિકારી પદાધિકારી કૌશિક સંસ્થાના આગેવાનો સાથે બેઠક નુ આયોજન કરી કોરોનાની ગંભીર પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાએ વિનંતી કરી છે છેડાએ વિનંતી પત્ર માં કચ્છ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન વગેરેની ખૂબ જ અછત ઊભી થઈ છે ત્યારે આ બાબતે બંને મહાનુભાવોએ સ્થાનિક મુલાકાતે આવી વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવું જોઈએ અને મોતના મુખમાં ધકેલાતા દર્દીઓને નવજીવન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ કચ્છના વહીવટીતંત્રના અથાક પ્રયત્નો છતાં પરિસ્થિતિ હાથ ઉપર રહી નથી ત્યારે બંને લેતા હોય તાત્કાલિક અસલી મુલાકાત લઇ બેઠક ગોઠવી અને કોરોના મહામારી સામેના પ્રશ્ન નું નિરાકરણ લાવવા માટે વિનંતી કરવામાં આવી છે કચ્છી મંત્રી વાસણભાઇ આહિરને પણ તારાચંદભાઈ છેડાએ પત્રની નકલ મોકલી આપ પ્રશ્ન બાબતે આગામી બુધવારે કેબિનેટની મિટિંગમાં ચર્ચા કરી અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે કચ્છના સાંસદ વિજય વિનોદભાઈ ચાવડા ને પણ પત્રની નકલ મોકલી હોવાનું તારાચંદભાઇ છેડા ની યાદીમાં જણાવાયું છે