૨૮ પોઝિટિવ કેસ નોંધાયા: ભારત ફરવા આવેલા ૧૬ ઈટાલીયન નાગરિકો કોરોનાનો શિકાર બન્યાં: કોરોના વાયરસથી વૈશ્ર્વિક મંદીના પગલે બજાર ૭૦૦ પોઈન્ટ પટકાયું
કોરોના વાયરસના વધતા જઈ રહેલા પોઝીટીવ કેસનો ફફડાટ ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં બે પોઝીટીવ કેસ નોંધાયા બાદ વાયરસનાં શિકારની સંખ્યા એકાએક ૨૮એ પહોંચી જતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. ઈટાલીથી ભારતના પ્રવાસે આવેલા ૧૬ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની વિગતો સાંપડી છે. કોરોના વાયરસના ખૌફ વચ્ચે દિલ્હી, કેરલ, આગ્રા સહિતના સ્થળોએ આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગે વાયરસ સામે લડવા ચક્રોગતિમાન કર્યા છે. વાયરસનાં ખૌફનાં પગલે વૈશ્ર્વિક બજારોની મંદીએ ભારતીય બજારને ગંભીર અસર પહોંચાડી છે. આજે શેરબજાર ૭૦૦ અંક પડી જતા રોકાણકારોની મુંઝવણમાં વધારો થયો છે.
કોરોના વાયરસના પગલે સૌથી મોટુ નુકસાન અર્થતંત્રને થયું છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ચીન દ્વારા એરપોર્ટ અને બંદરો પર કાર્ગો સહિતનો માલ-સામાનની હેર-ફેર ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો છે. પરીણામે કરોડો રૂપિયાનાં ઈમ્પોર્ટ-એકસપોર્ટને નુકસાન થયું છે. વાયરસનો ચેપ લાગેલા દર્દીઓની સંખ્યા જેમ-જેમ વધી રહી છે તેમ-તેમ વૈશ્ર્વિક શેરબજારમાં ભુકંપ આવી રહ્યો છે. છેલ્લા ૭ દિવસમાં અમેરિકા, જાપાન, બ્રિટન અને ચીન સહિતનાં સ્ટોકમાર્કેટમાં સતત મંદી જોવાઈ રહી છે. આજે ભારતીય બજાર પણ ૭૦૦ પોઈન્ટ પટકાયું હતું. કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે પત્રકાર પરિષદમાં ચોકાવનારી વિગતો આપી છે કે ભારતમાં કોરોના વાઈરસના ૨૮ કેસ સામે આવ્યા છે. જેમાં ઈટાલીથી ભારતમાં ફરવા આવેલું ગ્રુપ આ વાઈરસનો શિકાર બન્યું છે. જેમાં કુલ ૧૬ પ્રવાસીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે સાથે તેમના બસના ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ડો. હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે દેશમાં વાઈરસની તપાસ માટે ૧૫ લેબોરેટરી હતી આજ સાંજ સુધીમાં વધુ ૧૯ લેબોરેટરી કાર્યરત થઈ જશે. સરકાર ઈરાનમાં પણ લેબોરેટરી શરૂ કરવાની દીશામાં કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ હજાર લોકોના લોહીના રિપોર્ટ કરાયા છે. ૨૮ કેસમાં ત્રણ કેરળમાં, એક દિલ્હીમાં, એક તેલંગાણામાં, છ આગ્રામાં, ૧૭ કેસ ઈટાલીથી ફરવા આવેલા ઈટાલીના નાગરિકો, આ ગ્રુપના બસના ભારતીય ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ઈટાલીના આ તમામ નાગરિકોને આટીબીપી કેમ્પ છાવલા મોકલી દેવાયા છે. કેરળના ત્રણ કેસને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોઈ વ્યક્તિને પોઝિટિવ જાહેર કરતા પહેલા બે વાર તેનો ટેસ્ટ થાય છે.
સતર્કતાના ભાગ રૂપે મંગળવારે નોઈડાની બે શાળા બંધ કરી દેવાઈ હતી. આ સાથે જ દિલ્હી-ગઈછની પાંચ શાળાઓને બંધ કરી દેવાઈ છે. દિલ્હી સરકાર ૩.૫ લાખ ક ૯૫ માસ્કની વ્યવસ્થા કરી રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કોરોનાવાઈરસને ફેલાતો અટકાવવા માટે સમારોહ કરવાનું ટાળવાનું સૂચન આપ્યું હતું સાથે જ પોતે પણ આ વખતના હોળી મિલન કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનું જણાવ્યું હતું. નોઈડાની ધ શ્રીરામ મિલેનિયમ શાળાના બે વિદ્યાર્થીઓમાં મંગળવારે સંક્રમણની પુષ્ટી કરાઈ હતી. ત્યારબાદ ગૌતમબુદ્ધનગર જિલ્લાના ચીફ મેડિકલ અધિકારી અનુરાગ ભાર્ગવની સલાહ બાદ શાળાને શુક્રવાર માટે બંધ કરી દેવાઈ હતી. સંક્રમિત બન્ને વિદ્યાર્થી દિલ્હીના રહેવાસી હતા. આ સાથે જ વસંત વિહારમાં આવેલી ધ શ્રી રામ શાળાને ગુરુવારથી અને ગુડગામની અરાવલી અને મોલસારી ખાતે આવેલા તેના કેમ્પસને ૯ માર્ચથી બંધ કરી દેવાયા છે.
કોરોનાી બચવા દૂરી જ ‘નમસ્તે’ કરો
ભારતમાં ખાનપાન અને આચાર વ્યવહારની શૈલીના કારણે ઝડપી કોરોના ફેલાઈ તેવી ભીતિ છે. જો ભારતીય સંસ્કૃતિને અનુસરીને દૂરી જ નમસ્તે કરવાની શૈલીને અપનાવવામાં આવે તો કોરોનાી બચી શકાય તેવું નિષ્ણાંતોનું માનવું છે. ગુજરાતમાં નમસ્તે અભિયાન શરૂ થયું છે. વડાપ્રધાન મોદીએ પણ લોકોને ગભરાશો નહીં તેવી ધરપત આપી છે. એકબીજા સો વારંવાર હા ન મિલાવવો, દૂરી વાત કરવી, આંખ, કાન, નાકને અડવું નહીં અને તાવ, શરદી-ઉધરસ ાય કે, શ્ર્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે તુરંત તબીબનો સંપર્ક સાધવો સહિતના સુચનો આપવામાં આવ્યા છે.
હોળીનો તાપ વાયરસ ભગાડશે
ભારતીય સંસ્કૃતિમાં હોળી પ્રગટાવવા પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ જવાબદાર હતા. હોળી પ્રગટાવવી તેની આસપાસ પ્રદક્ષીણા કરવાની વાતને ધર્મ સો જોડી દેવાઈ છે. જો કે, હોળીની આસપાસ પ્રદક્ષીણા કરવાી રોગચાળાને ડામી શકાય છે. હોળીના કારણે વ્યક્તિ માટે હાનીકારક બેકટીરીયાનો નાશ ાય છે. હોળીમાં નાખવામાં આવતી વસ્તુઓ વાતાવરણને શુદ્ધ કરે છે. કોરોના જેવા વાયરસ ભગાડવા માટે હોળીનો તાપ મહત્વનો ભાગ ભજવી શકે છે.