શહેરી વિસ્તારમાં વધુ ૩૩ અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૨૦ કોરોના સંક્રમિત
સોની બજારના ૧૦ વેપારીઓ કોરોનાની ઝપટે : ૭૦ થી વધુ ટેસ્ટ થયા હતા
રાજકોટમાં કોરોના મહામારી દિવસેને દિવસે ઉંચાઈ નોંધાઈ રહી છે. ત્યારે કાળમુખો કોરોના આજ રોજ વધુ ૧૬ દર્દીઓને ભરખી ગયો છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૪૦થી પણ વધુ દર્દીઓના મોત નિપજ્યા છે. જયારે આજ રોજ શહેરી વિસ્તારોમાં વધુ ૩૩ અને ગ્રામ્યમાં વધુ ૨૦ લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. સોની બજારના ૭૦થી વધુ વેપારીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી ૧૦ વેપારી કોરોના પોઝિટિવ આવ્યા છે.
રાજકોટ શહેરમાં કોરોના બેકાબુની સાથે ખતરનાક પણ થતો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ગઈ કાલ રાત થી અત્યાર સુધી શહેર સહિત અન્ય ગામના ૧૬ દર્દીઓના મોત નિપજ્યા છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં શહેરી વિસ્તારના ૧૦થી વધુ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. રાજકોટમાં છેલ્લા ૧૦ દિવસમાં જ કોરોના કાળો કહેર વરસાવી રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં ૧૪૦ થી પણ વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા છે.
તો બીજી તરફ રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વાયુવેગે વધી રહ્યા છે. ગઈ કાલે શહેરમાં ૬૦ અને ગ્રામ્યમાં ૩૨ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા હતા. જ્યારે આજ બપોર સુધીમાં શહેરી વિસ્તારમાં ૩૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.જેના પગલે શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૨૭૯ પર પહોંચી છે.
સોની નજરના વેપારીઓએ કોરોનાની મહામારીમાં મહત્વનો નિર્ણય લઈ સ્વૈચ્છિક બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. તેમ છતાં સોની વેપારીમાં કોરોના પ્રવેશી ચુક્યો છે. શંકાના આધારે ૭૦થી વધુ સોની વેપારીઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાંથી ૧૦ વેપારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વેપારીઓમાં ચકચારી મચી જવા પામી છે.
રાજકોટમાં કોરોના કેસ વધતા આઈએએસ ઓફિસરની નિમણૂક
ગુજરાતમાં સૌપ્રથમ વાર રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ અમદાવાદ, વડોદરા અને સુરત જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો જેના પગલે રાજ્ય સરકારે આઈએએસ અધિકારીની નિમણૂક કરી વિશેસ કામગીરી સોંપવામાં આવી હતી. વર્તમાન સમયમાં રાજકોટ જિલ્લામાં પણ મોરલના બેકાબુ બનતા રાજ્ય સરકારે આઈએએસ ઓફિસર રવિન્દ્ર ખતાલેને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઓએસડી તરીકે નિમણૂક કર્યા બાદ રવિન્દ્ર ખતાલે રાજકોટ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ નો તાગ મેળવી ગાઈડ લાઇન પ્રમાણે તેમાં સુધારો કરી પરિસ્થિતિને કાબૂમ લાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને સુરત બાદ હવે રાજકોટમાં પણ કોરોનાની સ્થિતી બેકાબુ બનતા રાજ્ય સરકાર દ્વારા ઓએસડીની નિમણૂક કરી છે.