5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી નજીક પહોંચ્યું ભારતનું અર્થતંત્ર, 3.1 ટ્રીલીયન ડોલર નોંધાયું
કેન્દ્ર સરકાર દ્વારા સતત એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતી હોય છે કે વધુ ને વધુ કઈ રીતે દેશનો વિકાસ દર નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ઊંચો આવી શકે ત્યારે હાલ જે રીતે કોરોના ની કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે છતાં પણ વિવિધ ક્ષેત્રે રીકવરી થતા ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતનો વિકાસ દર 9.2 ટકા ને આંબી જશે. એટલું જ નહીં વડાપ્રધાન મોદી દ્વારા જે 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી નું સ્વપ્ન સાધ્યું હતું તેને નજીક પણ ભારત દેશ પહોંચી ગયું છે અને હાલના તબક્કે ત્રણ મિલિયન ડોલર ઇકોનોમી એ ભારતનું અર્થતંત્ર પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
ભારત અન્ય દેશોની સરખામણીમાં આર્થિક રીતે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને જે રીતે ખેતીક્ષેત્રની સાથે ઉત્પાદન અને સર્વિસ ક્ષેત્રમાં જે ઉછાળો આવ્યો છે તેનો ફાયદો સીધો જ ભારતની અર્થવ્યવસ્થાને પહોંચ્યો છે પરિણામે જે દેશનું અર્થતંત્ર જે ગતિએ ચાલવું જોઈએ તે ગતિએ જ હાલ આગળ વધી રહ્યું હોવાનું તજજ્ઞોનું માનવું છે. એટલું જ નહીં 1988થી 1989 બાદ ચાલુ નાણાકીય વર્ષમાં જે 9.6 ટકાનો વિકાસ દર જોવા મળશે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે. બીજી તરફ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં સરકારે એ વાત કરી છે કે જે રીતે કોલ,પાવર અને સેમિક્ધડક્ટર ની અછત ઊભી થાય છે તે આવનારા સમયમાં ન થાય એ પણ એટલું જ જરૂરી છે.
કોરોના ની કપરી પરિસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં જે ઉતાર-ચઢાવ જોવા મળ્યા તેનો મુખ્ય કારણ એ છે કે બધા ઉદ્યોગો બંધ પડી જતાં જે વિકાસ થવો જોઈએ તે થઈ શક્યો નથી સામે રિકવરી રેટ પણ ઘણા ખરા અંશે ઘટયો હતો. પરંતુ ભારતમાં જે રીતે વેક્સિનેશન અભિયાન પુરપાટ આગળ વધવા માંડ્યું છે તેને લઇ ઉદ્યોગોને પણ તેની હકારાત્મક અસર જોવા મળી છે સાથોસાથ ઉદ્યોગોને સારી એવી આવક થતાં તેનો સીધો જ ફાયદો દેશના અર્થતંત્ર ઉપર પણ પડ્યો છે. હાલ સરકારનો મુખ્ય લક્ષ્યાંક એ છે કે વધુ ને વધુ ખેતી ક્ષેત્રે પ્રાધાન્ય આપવામાં આવે અને ખેતીની આવક બમણી કરાય જો આ કરવામાં સરકાર સફળતા હાંસલ કરશે તો આર્થિક રીતે ભારત દેશની સ્થિરતા ખૂબ વધશે. સંતો હાલના તબક્કે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારતનો વિકાસ દર ચાલુ માસમાં 9.2 ટકા સુધી પહોંચશે અને જે વડાપ્રધાન મોદીનું 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી નું સ્વપ્ન જોવામાં આવ્યું છે તે પણ આવનારા નજીકના સમયમાં શક્ય બનશે.