રેટિંગ એજન્સી ઈકરાનો દાવો, ‘કે’ શેપમાં જોવા મળશે રિકવરી
કોરોના ની કપરી પરિસ્થિતિને ધ્યાને લઇને દેશની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને તે માટે સરકાર દ્વારા અને પગલાઓ લેવામાં આવતા હોય છે અને તેને વિદ્યાલય જીડીપી પણ નિર્ધારિત થતો હોય છે. ત્યારે ટ્રેડિંગ કંપની ઇકરાએ દાવો કર્યો છે કે, આગામી બે વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2022 અને વર્ષ 2030માં ભારતનો જીડીપી દર 9% ને ઉપર રહેશે. સોનાની કપરી સ્થિતિમાં જે રીતે ભારતે આર્થિક રીતે સુધારા કર્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આગામી વર્ષોમાં ભારતનો વિકાસ દર ઊંચો રહેશે.
ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૧ના આંકડા મુજબ જે રીતે આર્થિક સ્થિરતા આવી જોઈએ તે આવી શકી નથી અને પરિણામે દેશમાં ત્રીજા ત્રિમાસિકગાળામાં અર્થતંત્રનો વિકાસદર 6 ટકા થી લઇ 6.5 ટકાથી ઉપર રહેશે કે નહિ તે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવશે.અર્થતંત્ર માટે ૧૩ મહત્વપૂર્ણ સૂચકાંકોમાંથી સાત સૂચકાંકો કોરોના પૂર્વેના સ્તર કરતા વધુ વૃદ્ધિ સૂચવે છે.
જોકે આગામી સમયની ચિંતા વ્યકત કરતા કહ્યું કે કોરોનાના ફેલાવાને રોકવા માટે ઘણા રાજ્યોમાં દ્વારા લાદવામાં આવેલ નિયંત્રણોને પગલે ચોથા ક્વાર્ટરમાં આર્થિક રિકવરીને અસ્થાયી રૂપે અસર થઈ શકે છે. ઈક્રાએ જણાવ્યું કે અમે નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૯ ટકા જીડીપી વૃદ્ધિનો લક્ષ્યાંક જાળવી રાખ્યો છે. જોકે આ સમયગાળા દરમિયાન ‘કે’ આકારમાં રિકવરી જોવા મળી શકે છે.
અર્થવ્યવસ્થાની અસરના પગલે ૩૯.૩ લાખ કરોડ જેટલો નેટ લો થયેલો છે. યોગ્ય રીતે ભરપાઈ કરવી પણ એટલે જ જરૂરી છે પરંતુ સરકાર દ્વારા જે વિકાસ લક્ષી પગલા લેવામાં આવી રહ્યા છે તેને જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આગામી દિવસોમાં ભારતનો જીડીપી દર ખૂબ ઊંચો જોવા મળશે.