નવ ક્ષેત્રમાં ત્રણ કરોડ લોકોને એપ્રિલથી જૂન માસ દરમિયાન
નોકરીની તકો મળી
કોરોનાનો કહેર સાર્વત્રિક જોવા મળ્યો છે ત્યારે તેની અસર અનેકવિધ ક્ષેત્રમાં જોવા મળી રહી છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે કોરોના થી નોકરીની તકોમાં કોઈપણ પ્રકારની અસર જોવા મળી નથી સામે ૨૯ ટકાનો વધારો પણ નોંધાયો છે શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કોરોના કાળ દરમ્યાન દેશના નવ ક્ષેત્રમાં ત્રણ કરોડ લોકોને એપ્રિલથી જૂન માસ દરમિયાન નોકરીની તક સાંપડી છે. શ્રમ મંત્રાલય દ્વારા જે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તે આંકડો વર્ષ 2013-14 માં ભારતમાં આ નવ ક્ષેત્રમાં નોકરીની તક મેળવનાર ૨૩.૭ મિલિયન એટલે કે બે કરોડ ભારતીયો અને કેન્દ્ર સ્થાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
બીજી તરફ ધીમી ગતિએ મહિલાઓ કે જે કામ કરી રહી છે ઘટાડો જોવા મળ્યો છે પહેલા ૩૧ ટકા મહિલાઓ કામ કરતી હતી જેમાં બે ટકાનો ઘટાડો આવ્યો છે. કોરોનાની અસરના પગલે ટ્રેડ અને ખાદ્ય ક્ષેત્રમાં નોકરીની તકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આવનારા સમયમાં જ ક્ષેત્રે વધુ રોજગારીની તકો ઉભી થશે તો નવાઈ નહીં દેશમાં 85 ટકા જેટલી રોજગારી ની તકો ઉત્પાદન, ચણતર, શિક્ષણ, સ્વાસ્થ્ય તથા નાણાકીય સેવા આપતી કંપનીઓ માં જોવા મળી રહી છે.
એપ્રિલ 2018માં કુલ આઠ ક્ષેત્રમાં 1.36 લાખ રોજગારીની તકો લોકો સમક્ષ મૂકવામાં આવી હતી તેજ સમય દરમ્યાન ટેકનોલોજી ક્ષેત્રમાં 152 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો ત્યારબાદ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં 77% શિક્ષણ ક્ષેત્રમાં 39% અને ઉત્પાદન ક્ષેત્રમાં 22 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ યાતાયાત ક્ષેત્રે ૬૮ ટકા અને સતત ક્ષેત્રે ૪૨ ટકાનો જોવા મળ્યો. શ્રમ મંત્રાલય દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવી રહ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં આ તમામ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઊભી થશે અને તેનો સીધો ફાયદો લોકોને મળશે.