ચાર એસપી હોમ આઇસોલેટ થયા : સંપર્કમાં આવેલા અધિકારીઓ, કર્મચારીઓ ક્વોરન્ટાઇન યા

કોરોના સામેની જંગમાં આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્ર જ ખરા અર્થમાં વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યું છે તેવા સંજોગોમાં હવે વોરિયર્સ પણ કોરોનાના ભરડામાં આવી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. સ્ટેટ ઇન્ટેલિજન્સ વિભાગના અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાં એસપી કક્ષાના પાંચ અધિકારીઓનો સમાવેશ થયા છે.

સ્ટેટ આઈબી વિભાગ કોરોનાના સકંજામાં આવ્યો છે. આજે મળતી વિગત મુજબ આઈબીના ૫ એસપી, રાજકોટ આઈબીના ૧ ડીવાયએસપી અને ૨ પીઆઈનો રીપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર ખાતે આવેલી આઈબીની સ્ટેટ કચેરીમાં બહારના વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. સંક્રમિત થનાર ચાર એસપી હોમ આઇસોલેટ થયા છે જ્યારે એસપી યુવરાજસિંહ જાડેજાને ગાંધીનગર પાસે આવેલી એસએમવિપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કચેરી ખાતે સંપર્કમાં આવેલા અધિકારીઓ – કર્મચારીઓ ક્વોરન્ટાઇન થયા છે.

વિગતો મળી રહી છે કે, સ્ટેટ આઈબીના આઈજી અનુપમસિંહ ગેહલોતે અઠવાડિયા અગાઉ રાજ્યના જુદા જુદા ઝોન, જિલ્લાના અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. મિટિંગના ચાર દિવસ પછી એક સો સ્ટેટ આઈબીના પાંચ એસપીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં પોલીસ ભવનમાં ફરજ બજાવતા એસપી રેન્કના હિમાંશુ સોલંકી, ભગીર ગઢવી, યુવરાજસિંહ જાડેજા, ભૂજ આઈબીના એસપી ભગીરસિંહ જાડેજા, સુરત આઈબીના એસપી હુમેશ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય રાજકોટના ડીવાયએસપી ધાંધલ અને બે પીઆઈ પોઝિટિવ આવ્યા છે. SMVP હોસ્પિટલમાં દાખલ કરાયેલા યુવરાજસિંહ જાડેજાની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળે છે.મિટિંગમાં જે અધિકારી કર્મચારીઓ પોઝીટીવ કેસના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે સ્ટેટ આઈબી કચેરીમાં બહારી આવતા વ્યક્તિઓને પ્રવેશ નહીં આપવા આદેશ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.