કોરોનાગ્રસ્ત પાંચ દર્દીમાંથી ત્રણ દર્દી સાજા થઇ ઘરે ગયા
કોરના વાયરસનો આખા વિશ્ર્વને ચેપ લાગ્યો છે અને હજારોના મોત થઇ ચૂકયા છે ને લાખો લોકો કોરોનાના ખરડામાં આવી ગયા છે ત્યારે ચીનમાં હાલ કોરોનામાંથી સાજા થયેલાઓના લોહીથી જ કોરાના વાયરસના ભરડામાં સપડાયેલા દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે વિશ્ર્વ આરોગ્ય તંત્રે પણ આ પઘ્ધતિને માન્યતા આપી છે તેમ જાણવા મળે છે.
ચીનની હોસ્પિટલમાં દાખલ થયેલા પાંચ દર્દીઓને આવી રીતે સારવાર કરવામાં આવી હતી જેમાં ત્રણ દર્દીઓ સાજા થઇ જતા ઘરે જવા રજા અપાઇ છે અને હાલ બે દર્દી હજુ સારવાર હેઠળ છે અને અત્યારે તેમની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે.
આ દર્દીઓની સારવાર કરી રહેલા ડોકટરોનું માનવું છે કે કોરોનાના જુના દર્દીઓના લોહીથી સારવારની આ પઘ્ધતિથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સાજા કરી શકાય છે આ સમાચાર ડેઇલી વેબસાઇટ પર આપ્યા છે.
ચીનની ધ શેનઝેન થર્ડ પીપલ્સ હોસ્પિટલે સારવાર આ પઘ્ધતિ અંગેનો અહેવાલ રપ માર્ચે આપ્યો હતો. હોસ્પિટલના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે પાંચ દર્દીઓની આ રીતે સફળ સારવાર કરવામાં આવી તે ૩૬ થી ૭૩ વર્ષની વયના હતા.
વૈજ્ઞાનિકો જુના દર્દીઓના લોહીથી નવા દર્દીઓની સારવાર કરવાની આ પઘ્ધતિને કોવેલસેટ પ્લાઝમા કહે છે. તેનાથી કેટલીય બિમારીઓમાં સારવાર કરી શકાય છે આનાથી નવા દર્દીઓના લોહીમાં જુના સાજા થઇ ગયેલા દર્દીઓનું લોહી આપી રોગ પ્રતિકારક શકિત વધારી શકાય છે.
આ ટેકનીકથી લોહીમાં જ વાયરસ સામે લડવા માટે એન્ટીબોડી બને છે આ એન્ટીબોડી વાયરસ સામે લડી તેનો ખાત્મો કરે છે. અથવા દબાવી દે છે. શેનઝેન થર્ડ હોસ્પિટલમાં વાયરસજન્ય બિમારીઓના સંશોધન માટે નેશનલ કિલનિકલ રિસર્ચ સેન્ટર પણ છે.
બારેક દિવસ પહેલાની વાત છે જયારે હોસ્પિટલમાં દાખલ થયેલા પાંચ દર્દીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો જેમાં ત્રણ પુરૂષો અને બે સ્ત્રીઓ હતી. શેનઝેન હોસ્પિટલના તબીબોએ જુના દર્દીના લોહીથી જ આ દર્દીઓની સફળ સારવાર કરી હતી.
હોસ્પિટલના ઉપનિર્દેશક લીઉ ચિંગમીયાએ જણાવ્યું હતું અમે ૩૦ જાન્યુઆરીથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓ શોધવાની શરુઆત કરી હતી. તેમનું લોહી લઇ તેમાંથી પ્લાઝમાં કાઢી સ્ટોર કરી દીધું હતું. જયારે કોરોનાના નવા દર્દીઓ આવ્યા ત્યારે તેના શરીરમાં આમે આ પ્લાઝમાં આવ્યા હતા. અમને આશા છે કે આ પઘ્ધતિનો આખી દુનિયા ઉપયોગ કરશે. તેનાથી લાભ થઇ શકે છે અને આ પઘ્ધતિ ભરોસા પાત્ર પણ છે.
કોવૈલસેંટ પ્લાઝમા શું છે?
કોઇપણ માણસને જયારે ઇન્ફેકશન લાગે ત્યારે ડીસીઝ સામે લડવા એન્ટી બોડી બને છે જેના થકી રોગ કંટ્રોલ કે રીકવરી થતાં હોય છે.
કોઇપણ રોગને નાથવા ત્રણ પઘ્ધતિ જોવા મળે જેમાં
* રોગ ન થાય તે માટે વેકસીન ખાવાય
* થાય ત્યારે દવાથી કંટ્રોલ (ડ્રગ અવેલેબલ હોય તેનાથી)
* એન્ટી બોડી થેરાપી (દર્દીને બહારથી ઇન્જેક કરાય)
સામાન્ય સંજોગોમાં રોગ ન થાય એના માટે વેકસીન આપવામાં આવે છે. રોગ થઇ ગયા પછી રોગ ફેલાવતા જીવાણુ ને મારવા માટે કેમીકલ કે બીજી દવા અપાય છે. કોવિડ-૧૯ ની ટ્રીટમેન્ટમાં આ શકય નથી. આવા સંજોગોમાં કોવેલ સેંટ પ્લાઝમાનો ઉપયોગ સૈઘ્ધાંતિક રીતે કરી શકાય છે.
આ સંબંધે અબતક સાથેની વાતચીતમાં ડો. કિરણ અવાણીયાએ જણાવેલ કે કોવેલ સેંટ પ્લાઝમાં શું છે? ધારો કે એક વ્યકિતને કોવિડ-૧૯ નું ઇન્ફેકશન લાગ્યુને તે સાજો થયો હવે શરીરમાં આ વાયરલ જતાં તે શરીરની રોગપ્રતિકારક સિસ્ટમ ને સેનેટાઇઝ કરી તેના પ્રતિ દ્રવ્યો એટલે કે એન્ટી બોડી બનાવે છે.
આ એન્ટી બોડી વાયરસમાં ન્યુટ્રીલાઇઝ કરી તેનો ખાત્મો બોલાવે છે. આમ સાજા થયેલા દર્દીના પ્લાઝમાં આવા એન્ટી બોડી હોય તે બીજા દર્દીને આપવાથી રાહત થાય છે. જેમાં મંજુરી અને સાવધાની રાખવી જરુરી છે. પ્લાઝમાં કાઢવા માટે ફેરેસીસનો ઉપયોગ થઇ શકે છે.
વિશ્વ આરોગ્ય સંગઠન શું કહે છે?
વિશ્વઆરોગ્ય સંગઠનના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડો. માઇક રિયાને ચીનની હોસ્૫િટલની કોરોનાગ્રસ્તની સારવાર કરવાની આ પઘ્ધતિને વધુ સારી હોવાનું જણાવી ઉમેર્યુ કે અત્યારના સમયમાં એ સારુ પગલું છે.
ડોમાઇક રિયાન કહે છે કે કોરોના હરાવવા માટે આનાથી કોઇ સારો ઇલાજ નથી એને વિકસાવીને દર્દીઓને મોતના મુખમાંથી બચાવી શકાશે. આ પઘ્ધતિથી દર્દીના શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે અને કોરોના વાયરસને હરાવવાની તાકાત પણ વધશે આ ટેકનીક બહુ જુની છે અને હવે તેને મંજુરી પણ આપવામાં આવી છે.