કોરોના વાયરસની ઝપેટમાં આવવાથી દર્દીના ફેફસાં, હૃદય અને કીડનીને તો અસર થાય જ છે, પરંતુ કોરોના આવતાની સાથે જ તે શરીરના અન્ય અંગોને પર ગંભીર અસર પહોંચાડે છે. જેમાંની એક ગંભીર આડઅસર છે, શ્ર્તાવ્ય શકિત ક્ષીણ થઇ જવી જી.હા, કોરોના બહેરાશપણું લ્હાવી દે છે. વાયરસ આવે તો છે પણ માણસને‘બહેરી’કરીને જાય છે. ડોકટરો અને નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, કોરોના ગ્રસ્ત મોટાભાગના દર્દીઓને નેગેટીવ રીપોર્ટ આવ્યા બાદ પણ સાંભળવામાં થોડી-ઘણી તકલીફ કાયમી રહેતી હોવાની ફરીયાદ નોંધાય છે. ઇન્ટનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રગટ થયેલા એક અભ્યાસ મુજબ, કોરોના ગ્રસ્ત થવા દર્દીઓમાં સરેરાશ 7.6 ટકા શ્રાવય શક્તિ ખત્મ થઇ જાય છે. કાનની અંદરની રચનાને નકારાત્મક અસર પહોંચે છે. આથી સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય છે જેની અસર મગજ સુધી પણ પહોંચી શકે છે.
આ વિષય પર IJA(International Journal of Audiology)ની ટીમે અધ્યયન કર્યા બાદ આ માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી. આ સંશોધનનું સંચાલન યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર અને NIHRના માન્ચેસ્ટર બાયોમેડિકલ રિસર્ચ સેન્ટર(BRC)ના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રોફેસર કેવિન મુનરો અને Phd સંશોધનકાર ઇબ્રાહીમ અલમુફરિઝને 56 અલગ અભ્યાસો કર્યા બાદ Covid-19 સાથે બહેરાશ પણું અને વેસ્ટિબ્યુલર સમસ્યાઓ(માથા નો દુ:ખાવો, ચક્કર)નું જોડાણ છે તેવી માહિતી આપી છે. તેઓએ 24 અલગ અભ્યાસોનો અંદાજ કાઢી કહ્યું હતું કે, બહેરાશ પણાનું નુકસાન પ્રમાણ 7.6%, Tinnitus (કાનને લગતી બીમારીઓ)નું પ્રમાણ 14.8% અને Vertigo (માનસિક સંતુલનને લગતી બીમારી)નું પ્રમાણ 7.2% હતું.
જો કે, આ ટીમે એક વર્ષ પહેલા તેમની સમીક્ષા કરી હતી, અને તેઓએ અભ્યાસની ગુણવત્તાને યોગ્ય ગણાવી હતી. તેમના ડેટાનો મુખ્ય આધાર વૈજ્ઞાનિકો દ્વારા વિશ્વસનીય પરીક્ષણોને બદલે કોવિડ-19 સંબંધિત લક્ષણો મેળવવા માટે સ્વ-અહેવાલ પ્રશ્નાવલિ અથવા તબીબી રેકોર્ડનો ઉપયોગ કરે છે. આ અભ્યાસની શોધ NIHRના માન્ચેસ્ટર બાયોમેડિકલ રિસર્ચ સેન્ટર (BRC)એ કરી હતી.
માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં Audiologyના પ્રોફેસર, કેવિન મુનરો અને માન્ચેસ્ટર BRC સુનાવણી આરોગ્ય લીડએ જણાવ્યું હતું કે,”કોવિડ-19ના લાંબા ગાળાના પ્રભાવોને સમજવા માટે કાળજીપૂર્વક હાથ ધરવામાં આવેલા ક્લિનિકલ અને ડાયગ્નોસ્ટિકના અભ્યાસને ઑડિટોરી પ્રણાલીની તાત્કાલિક જરૂરિયાત છે.
કેવિન મુનરોએ તેની વાતમાં ઉમેંરીયું છે કે,”ઓરી,ગાલપિછોડીયાં,અને મેનજાઇટિસ જેવા વાયરસ સાંભળવાની ખોટનું કારણ બની શકે છે, પણ SARS-Cov-2 વાયરસથી બહેરાશ પણાની અસરો થાયએ થોડું સમજાયું નથી.”
મુનરો કહે છે,”જોકે આ સમીક્ષા સંગઠન માટેના વધુ પુરાવા પૂરા પાડે છે, આપણે જે અધ્યયન તરફ ધ્યાન આપ્યું તે વિવિધ ગુણવત્તાના હતા તેથી આમાં વધુ કામ કરવાની જરૂર છે.”
પ્રોફેસર મુનરો હાલમાં એક વર્ષના લાંબા સમયગાળાથી UKમાં જે લોકો Covid-19નો શિકાર થયેલા હતા તેના પર બહેરાશ પણાની કેટલી અસર થાય છે તે અભ્યાસનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની ટીમ UKમાં Covid-19 સંબંધિત સાંભળવાના વિકારની સંખ્યા અને તેનો સચોટ અંદાજ કાઢવાની સાથે કાનના ક્યાં ભાગોમાં અસર થઈ શકે છે તેવા બધા પ્રયોગો કરી રહી છે.
તેઓ બહેરાશ પણાની અસર અને અન્ય પરિબળો વચ્ચેના જોડાણને પણ દર્શાવશે, જેમ કે આપડી રોજિંદી જીવનશૈલી, અથવા બીજા વધુ અતિરિક્ત પરિસ્થિતિઓની હાજરી, અને તે દરમિયાન રાખેલી ગંભીર કાળજીઓ પર કામ કરે છે. પ્રોફેસર મુનરોની આગેવાની હેઠળના તાજેતરના અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે, 13%થી વધુ દર્દીઓ કે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પાછળથી તેમની સાંભળવાની ક્ષમતામાં ફેરફાર થયાની જાણ છે.
ઇબ્રાહિમ અલમુફરિઝએ કહ્યું,”જોકે પુરાવા જુદા-જુદા ગુણવત્તાના છે, વધુ અને વધુ અભ્યાસ કરવામાં આવી રહ્યા છે, તેથી પુરાવાનો આધાર વધતો જાય છે. આપણને ખરેખર જે અભ્યાસની જરૂર છે, તે કોવિડ-19 કેસની તુલના નિયંત્રણો અને અન્ય આરોગ્યની સ્થિતિઓ સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે કરવાની છે. ઇબ્રાહિમ આગળ વાત કરતા કહે કે, “તેમ છતાં, સાવધાની લેવી જરૂરી છે, પરંતુ અમે આશા રાખીએ છીએ કે આ અભ્યાસ વૈજ્ઞાનિકોના પુરાવામાં વધારો કરશે કે કોવિડ-19 અને બહેરાશ પણાની સમસ્યા વચ્ચે મજબૂત જોડાણ છે,”
પ્રોફેસર મુનરો કહે કે, “છેલ્લા કેટલાક મહિનાઓથી મારી પાસે અસંખ્ય લોકોના ઇ-મેઇલ આવ્યા છે. જેમાં Covid-19 થયા પછી સાંભળવાની ક્ષમતામાં ફેરફાર થયા છે.” મુનરોએ તારણ કાઢ્યું કે,”જ્યારે આ ચિંતાજનક વિષય છે, અને સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે તે સુ-સ્પષ્ટ નથી, જો સાંભળવામાં ફેરફાર સીધા કોવિડ-19 અથવા અન્ય પરિબળોને આભારી છે, તો તાત્કાલિક આની સંભાળ લેવી જરૂરી છે.”