સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર પ્રસરી ચૂકી છે ત્યારે શહેરનું આરોગ્ય વિભાગ ઉઘામાથે થઇ કામગીરી કરતા લોકોનો પણ વ્યાપક પ્રતીસાદ મળી રહ્યો છે ત્યારે તાલુકાના ચરેલીયા ગામની કામગીરી 100% પૂર્ણ થઇ ગઇ છે જયારે વડેખણ ગામે કામગીરી શૂન્ય હોવાથી આરોગ્ય વિભાગે આર્જ ખાસ કેમ્પ કરીને ધામા નાખ્યા છે.છેલ્લા એકાદ માસથી કોરોના સામે રક્ષણ આપતી રશી લોકોને આપવા આરોગ્ય વિભાગ પુરજોરમાં ઝુબેશ ચલાવી રહ્યુ છે.
આ અંગે બ્લો હેલ્થ ઓફીસર ડો. હેપીના જણાવ્યા અનુસાર પહેલા રાઉન્ડમા આરોગ્ય કર્મચારી પોલીસ ગયું છે. બીજા રાઉન્ડમાં 60 વર્ષ ઉપરના સીનીયર સીટમનો માં 4644 લોકોને રસી આપી 40% લોકોને સુરક્ષીત કરાયા છે તેમાં 45થી 59 વર્ષના ગંભીર બિમારી વાળા 500 જેટલા લોકોએ રસી લીધી છે. આ કામગીરી 55% જેટલી થઇ છે જયારે તાલુકાના ચરેલીયા ગામમાં રસીકરણની સો ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે જયારે વડેખણ ગામે કામગીરી શૂન્ય હોય ત્યા આજે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ કરી લોકોને રસી લેવા સમજાવામાં આવશે. જયારે કોલકી, લાઠ સહિત ગામોમાં રસીકરણને સારો પ્રતિસાદ મળ્યો છે વધુમાં લોકો હેલ્થ ઓફસર ડો. હેપી પટેલે જણાવેલ કે હાલ ગ્રામ્ય વિસ્તાર તેમજ અશિક્ષિત લોકોમાં રસી વિશે જે ગેર સમજ છે તેવા લોકોને જણાવેલ કે રસીકરણના બીજા ડોઝ માટે સરકારની ગાઇડ લાઇન મુજબ 28 દિવસને બદલે 6થી 8 અઠવાડિયાનો સમય ગાળો રાખવામાં આવેલ છે.
લોકોમાં એવી છે કે રસીકરણથી પણ કોરોના થાય છે આ વાત લોકો સમજવામાં ગેરસમજ કરે છે. કોરોના વેકશીનની અસર બંને ડોઝ લીધા બાદ 42 દિવસે વેકસીનની અસર થાય છે. રસીના ક્ષમતા સંતર ટકા જેટલી રહેલી છે. આથી રસી મુકાવ્યા બાદ કોરોનાી શકયતા હોવાથી સરકારની સ્પષ્ટ લાઇન મુજબ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન જાળવવું અતી ફાયદા કારક છે રસી લેવાથી રોગ પ્રતિકારક શકિત વધે છે રોગો ફેલાતો અટકે છે. તેમજ મૃત્યુની શકયતા સાવ નહિવત રહે છે.શહેરી વિસ્તારના લોકો માટે રસીકરણ કેમ્પ કોટેઝ હોસ્પિટલ તેમજ સુરજ વાડી ઉપરાંત લેઉવા પટેલ સમાજ રાખવામાં આવ્યો છેે. ગઇ કાલે શહેરના રાજપુત સમાજના પ્રમુખ અને સીતાપર નગર સેવક રણુભા જાડેજા અને લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી અને માર્કેટીંગ યાર્ડના ડિરેકટર પરેશભાઇ ઉચદડીયાએ રસી લઇ લોકોને કોઇ પણ જાતના ડર વગર લોકોને રસી લેવા અનુરોધ કર્યો હતો.