કોવિડ-૧૯ અનલોકની પ્રક્રિયા હવે આખા દેશમાં શરૂ થઇ ચુકી છે.! આવા પ્રકારના સ્ટેટમેન્ટ દ્વારા સરકાર હવે આ મહામારીથી ડરી ગયેલા સૌને  હિંમત આપવા સાથે સાવચેત રહેવાનો ડોઝ આપી રહી છે. નહિતર દેશની ઇકોનોમી ધરાશયી થઇ જાય તેમ છે. રિટેલ, મનોરંજન તથા ટુરિઝમ જેવા સેક્ટર હજુ ક્યારે ધમધમતા થશૈ તે નક્કી નથી. પરંતુ લોકડાઉનનાં સમયમાં પણ એગ્રિ સેક્ટરની જેમ જ ઈંઝ સેક્ટરમા કામકાજ વધ્યા છે. વિડિયો કોન્ફરન્સ સેવાથી માંડીને ઓનલાઇન ગેમ્સ, ઓનલાઇન પેમેન્ટ તથા ઇ-કોમર્સ પરચેઝમાં કંપનીઓને ધિકતી કમાણી થઇ છે. કદાચ આજ કારણ છે કે આજે વિશ્વની ટોપ-૧૦ ઈંઝ કંપનીઓમાં ત્રણ ભારતની છે જયારે ટોપ-૨૦ કંપનીઓમાં ભારતની પાંચ છે.

આમેય તે  ઈંઝ સેક્ટર દેશના GDP માં મહત્વનું યોગદાન આપે છે. હાલના આંકડા પ્રમાણે આ સેક્ટર દેશમાં આશરે ૪૪ લાખ લોકોને રોજગારી આપે છૈ. ૧૯૯૮ ની સાલમાં ઈંઝ સેક્ટરનું દેશના GDP માં યોગદાન ૧.૨ ટકા જેટલું હતું જે ૨૦૧૭ માં વધીને ૭.૭ ટકા જેટલું ઉંચુ ગયું છે. ૨૦૧૯ ની સાલમાં આ સેક્ટરે ૧૮૦ અબજ ડોલરની આવક કરી છે જેમાંથી અડધાથી વધારે એટલે કે ૯૯ અબજ ડોલરની આવક તો એક્સ્પોર્ટના કારોબારથી થઇ છે.

હાલમાં જ હાથ ધરાયેલા એક સર્વેના તારણો પ્રમાણે ૨૦૧૯ ની સાલમાં ઇંઈક ટેકનોલોજી ૨.૬ અબજ ડોલરનાં રેવન્યુ સાથે વિશ્વમાં ત્રીજા ક્રમાંકની કંપની બની છે. ઇંઈક ઐ ૨૫ ટકા વિકાસ દર હાંસલ કર્યો છે. આ ઉપરાંત ઝઈજ વિશ્વમાં સાતમા ક્રમે જ્યારે ઠઈંઙછઘ ટોચની ૧૦ કંપનીઓમાં ૧૦ મા ક્રમાંકે રહી છે. જો વિશ્વની ટોપ-૨૦ કંપનીની વાત કરીએ તો અનુક્રમે ઇન્ફોસિસ ૧૫ મા ક્રમે તથા ટેક મહિન્દ્રા ૧૮ ક્રમે રહી છે આમ ટોપ-૨૦માં ભારતની પાંચ કંપનીઓ સ્થાન પામે છે.  ટોચની કંપનીઓની યાદીમાં ટોચની બે કંપનીઓ ફ્રાન્સની રહી છે. જેમનો રેવન્યુ અનુક્રમે ૩.૬ તથા ૨.૯ અબજ ડોલર નોંધાયો છે.

માર્ચ-૨૦ માં જ્યારે ભારત સહિત વિશ્વભરમાં લોકડાઉન શરૂ થયા ત્યારે ઈંઝ કંપનીઓને પણ ભય હતો જ કે કારોબાર વિના કંપનીઓને ટકી રહેવું મુશ્કેલ બનશે. પરંતુ અમુક કંપનીઓ માટે તો જાણે લોકડાઉન વરદાન રૂપ સાબિત થયા છે. ખાસ કરીને વર્ક ફ્રોમ હોમના ક્ધસેપ્ટના કારણે વિડિયો કોન્ફરન્સ તથા નેટ બેઇઝ્ડ કનેક્ટીવટિીનાં કારોબારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત ઓન લાઇન પેમેન્ટ, બેંકિંગ, ટ્રેનિંગ તથા સર્વિસીસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. હવે શાળા અને કોલેજો પણ ઓનલાઇન શરૂ થઇ ગયા છે તેથી શિક્ષણ પણ વિડિયો લેક્ચર દ્વારા અપાય છે.

PAYTM નાં સત્તાવાર આંકડા બોલે છે કે લોકડાઉનનાં સમયગાળામાં તેના ટ્રાન્ઝક્શનમાં આશરે ૩.૫ ગણો વધારો થયો છે. કારણકે લોકોને કરન્સી નોટમાં પણ વાયરસ આવી જવાનો ડર સતાવી રહ્યો હતો. આ ઉપરાંત બેંકમાં કે અઝખ માં નાણા ઉપાડવા જવાને બદલે ઘરે બેઠા PAYTM કરવું સૌને સુરક્ષિત લાગતું હતું. કંપનીના સંચાલકોનો દાવો છે કે હવે એકવાર લોકોને આદત પડશે તો તેના ફાયદા જાણવા મળશે અને ટ્રાન્ઝક્શનમાં વધારો થશે. હાલમાં એક એક્ટિવ ગ્રાહક એક સપ્તાહમાં બે વાર ટ્રાન્ઝક્શન કરતો થઇ ગયો છે. હવે મોટાભાગના સેક્ટરમાં PAYTM એ કેશબેક ઓફર પાછી ખેંચી લીધી હોવા છતાં ટ્રાન્ઝક્શનમાં વધારો થઇ રહ્યો છે.

એકતરફ લોકડાઉનનાં કારણે નાના વેપારીઓનાં વેપાર ધંધા ખોરવાઇ ગયા છૈ તો બીજીતરફ ઓનલાઇન શોપિંગમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એમેઝોનનાં શેરમાં એક જ દિવસમાં જોરદાર ઉછાળાના કારણે કંપનીના ઈઊઘ ની નેટવર્થમાં ૧૩ અબજ ડોલરનો વધારો થયો છે.  હવે આ ધનપતિ ૧૮૯ અબજ ડોલરના આસામી થઇ ગયા છે. જાન્યુઆરી-૨૦ થી અત્યાર સુધીમાં એમેઝોનનાં શેરમાં ૭૦ ટકાનો વધારો જોવા મળ્યો છૈ. જ્યારે ઈઊઘ બિઝોઝ ની સંપતિમાં છ મહિનામાં ૭૪ અબજ ડોલરનો વધારો થયો છે. યાદ રહે કે બિઝોઝે ૧૯૯૬ માં કંપની શરૂ કરી હતી. આજે સંજોગો એવા છે કે જો કંપની આ ગતિએ આગળ વધૈ તો બિઝોઝની સંપતિ એક ટ્રિલિયન ડોલર થઇ જશે જે દુનિયાનાં સૌ પ્રથમ ટ્રિલિયોનેરને જન્મ આપશે.

ટુંકમાં કોવિડ-૧૯ ની મહામારીએ ધંધા બંધ કર્યા એવું કહેવાને બદલે ધંધાની દિશા બદલાઇ ગઇ છૈ એવું કહી શકાય. આગામી દિવસોમાં આવા ઘણા સેક્ટર્ જોવા મળશે જેમના કારોબારની દિશા બદલાઇ જશે. આપણી સમાજ વ્યવસ્થામાં આવી રહેલું પરિવર્તન છે જેનો આપણે સ્વિકાર કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.