કોરોના વાયરસ ઉદ્ભવ્યો ક્યાંથી ?? આ શોધ માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો મથામણ કરી રહ્યા છે. જો કે વિશ્વના મોટાભાગના દેશો દ્વારા એ જ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ પાછળ ચીન જ જવાબદાર છે. તેને જ કોરોના વાયરસને ઉત્પાદિત કર્યો છે. અને આ વાતને અમેરિકા પહેલે જ મજબૂત સમર્થન આપી રહ્યું છે.
ત્યારે પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને ચાઇના વાયરસ અને વુહાન વાયરસ કહી કહ્યું છે કે દુશ્મનોએ પણ હવે સ્વીકાર્યું છે કે તેઓનો દાવો સાચો હતો. કોરોના ચીનમાં જ બન્યો છે તે એક હકીકત છે. અને આ માટે ચીને વિશ્વને 10 ટ્રિલિયન ડોલર આપવા જોઈએ તેમ ડોનાલ્ડ ટ્રમ્પએ માંગણી કરી છે.
ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું, હવે મારા દુશ્મન ’પણ કહેવા માંડ્યા છે કે વુહાન લેબમાંથી આવતા ચાઇના વાયરસ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ સાચા હતા. ચીને યુ.એસ. અને વિશ્વને તેના દ્વારા થતા મૃત્યુ અને વિનાશ માટે 10 ટ્રિલિયન ડોલર આપવાના જોઈએ. તેમણે ડો ફોચીના ઇમેઇલનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ચીને અમેરિકાને નુકસાન માટે 10 ટ્રિલિયન ડોલરની ભરપાઇ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ચેપના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં અમેરિકા પણ ટોચનું સ્થાન ધરાવે છે અને કોવિડ -19 ના રોગચાળાને કારણે અહીં 6 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.