રાજ્યના વીજકર્મીઓએ રાજ્ય સરકારને પત્ર કરી કોરોના વોરિયર્સ જાહેર કરવાની માગ કરી છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશ્યને લખાયેલા આ પત્રમાં માગ કરવામાં આવી છે કે કોરોના મહામારી અને તાઉતે વાવાઝોડા દરમિયાન તેઓએ ખડેપગે રહીને કામગીરી હતી. તેમ છતા આજદીન સુધી મંજુર થયેલા હક્કો તેમજ પડતર માગણીઓનો ઉકેલ આવ્યો નથી. એટલું જ નહીં પત્રમાં લખવામાં આવ્યું છે કે ઉર્જા કર્મીઓની ઉપેક્ષા કરવામાં આવી છે.
તે માંગ પર સરકાર દ્વારા કોઈ જવાબ ના મળતા 19મે ના રોજ અખિલ ગુજરાત વિધુત કાયદાસર સંઘ અને, GEB એન્જીન્યર્સ એસોસિએસને ફરી પાછો મુખ્યમંત્રીને આ બાબતનો પત્ર લખ્યો છે. પત્રમાં જણાવામાં આવ્યું છે કે, ‘ કોરોના મહામારી સમયમાં અન્ય સરકારના વિભાગોના કર્મચારીઓને કરેલ કામગીરી બાદલ કોરોના વોરિયર્સથી સન્માનિત કરી વિશેષ લાભો આપેલા છે. પરંતુ ગુજરાત રાજ્યના વીજ કર્મચારીઓ અને અધિકારીઓને છેલ્લા ઘણા વર્ષોથી જીવના જોખમે કામ કરતા રહ્યા છે. ગામ્ય વિસ્તારથી લઈ શહેર સુધી ગમે તેવી પરિસ્થિતિમાં અવિરત વીજ પુરવઠો પૂરો પડ્યો છે. આ બાબતની નોંધ સરકાર દ્વારા લેવામાં આવી નથી.’
તે લોકોને સરકારને એવી અપીલ છે કે, ‘વીજ કર્મચારીઓ અને અધિકારીઓના કામને ધ્યાનમાં રાખી તેમની માંગણીઓને ન્યાય મળે, સરકાર દ્વારા મંજુર કરેલા તમામ હક્કો અને લાભ મળે આ સાથે “કોરોના વોરિયર્સ” જાહેર કરી વિશેષ લાભો આપવાની માંગ કરી છે.’
કોરોના હોય જે બીજી અન્ય કુદરતી આફતો તેમાં જીવન જોખમે કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ સાથે કોરોના મહામારીમાં 135થી વધુ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેની સાથે ફરજ બજાવતા 7500 વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. આ બધી બાબતો પર સરકાર ધ્યાન દોરે અને તેમની માંગ સંતોષે તેવો પત્ર લખી સરકારને અરજી કરી છે.