પોલીસ કર્મચારી હોસ્પિટલ સ્ટાફ સહિત સંસ્થાનાં ૮૦થી વધુ લોકોને સન્માન પત્ર આપી સન્માનીત કરાયા
સોરઠીયા રાજપુત યુથ કલબ દ્વારા સંસ્થાની ઓફીસ રંગીલા કોમ્પલેક્ષ, બોલબાલા માર્ગ, રાજકોટ ખાતે સોશ્યલ ડિસ્ટન્સ સાથે એક સન્માન પત્ર એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
સમગ્ર વિશ્ર્વ જયારે કોરોના વાઇરસની ગંભીર પ્રકોપ સામે લડી રહી છે ત્યારે રાજકોટમાં અનેક સંસ્થાઓ અને પોલીસ કર્મચારીઓ પણ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ જનસેવા એ જ માનવ સેવાનાં વાકય ચરીતાર્થ કરવા સેવા યજ્ઞમાં જોડાયેલા હતા. આવા જ સેવા પ્રકલ્પ જોડાનાર સોરઠીયા રાજપૂત સમાજનાં ભાઇ-બહેનોને અને અન્ય સમાજનાં લોકો કે જેઓ એ લોકડાઉન પ્રશંસનીય કામગીરી કરેલ તેઓને પણ સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતા. આ સન્માન પત્ર રાજકોટ પોલીસ ફોર્સના વિજયસિંહ ચૌહાણ, મેઘના મહીપતસિંહ ગોહીલ, ગીરીરાજસિંહ જાડેજા, દિપલબેન ચૌહાણ, ઘિરેનભાઇ રાઠોડ, જીમીતભાઇ ત્રિવેદી, ભાગ્યેશભાઇ પરમાર, આશીષભાઇ રાઠોડ, નિર્મળભાઇ બોરીયા, બિજેન્દ્રસિંહ જાડેવા ઉપરાંત સોરઠીયા રાજપૂત સમાજનાં હકાભાઇ ચૌહાણ, મહીલા આગેવાન ઇલાબેન ખેર, પ્રફુલાબેન ચૌહાણ, સુજાતાબેન મકવાણા, સહિત અન્ય સેવાભાવીઓને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા સોરઠીયા રાજપુત યુથ કલબનાં ભાર્ગવભાઇ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ, (ઓમ ફાયનાન્સ), અલ્પેશ ગોહીલ અને હીરલબેન રાઠોડએ જહેમત ઉઠાવી છે.