૩ર દેશોના ર૩૯ ડોકટરો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કોરોના વાયરસ હવામાં ફેલાતો હોવાનો દાવો કરાયો

સમગ્ર વિશ્વ કોરોના વાયરસના પ્રકોપ બેફામ છે. કોરોના સામે લડવા અને બચવા માટે માસ્ક સેનિરાઇઝર અને સોશિયલ ડીર્સ્ટનના નિયમનું પાલન કરવા લાગ્યા ત્યારે કોરોના સ્પર્શથી  ફેલાય છે. તેવો  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન  દ્વારા દાવો કરવામાં આવ્યો  હતો. પરંતુ તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના સુત્રોએ  ન્યુયોર્કના એક અખબારની મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે. જો કે હાલ વિશ્ર્વ આખું કોરોના વાયરસને ડામવા માટેની દવાની શોધ કરી રહી છે.ત્યારે હજુ પણ કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે તેનું સ્પષ્ટતા થવા પામી નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ એકથી બીજી વ્યકિતઓને સ્પર્શ કરવાાથી વાયરસ વાળો હાથ મોં કે નાક પર લગાવવાથી ફેલાય છે. તેમજ કોરોના ગ્રસ્ત વ્યકિત ઉઘરસ, છીંકથી ફેલાય છે. ગયા અઠવાડીયે વલ્ડ

ર હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૩ર દેશોના ર૩૯ ડોકટરો દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે કોરોના વાયરસના નવા કર્ણો હવામાં ફેલાયેલા હોય છે.

રિચર્સ કરતાં ડોકટરોના દાવા મુજબ કોરોના ગ્રસ્ત વ્યકિતને છીંક કે ઉઘરસ આવે તો ત્યારે હવામાં કોરોના વાયરસના નાના મોટા કર્ણો ફેલાતો હોય છે.

હવામાં પ્રસરેલા આ કર્ણો રૂમ અથવા જે તે જગ્યાને અનુરૂપ હવામાં પ્રસરેલા રહેતા હોય છે. કોરોના વાયરસ વાળી હવા વાળા વિસ્તારમાં જો કોઇ સાજો વ્યકિત આવે છે  તો તેને પણ કોરોના થાય છે. તેવો આ ડોકટરો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા રિચર્સ પરના આધારે જણાવ્યું  છે. જો કે આરોગ્ય એજન્સીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ હવાથી ફેલાતો હોવાના દાવાઓ પર વિશ્વાસ નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ટેકનીકલ લીડ ઇન્ડફેકશન પ્રિવેન્શન અને કંટ્રોલના ડો. બેનેડેટા એલેગ્રેન્ચા એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલા મહિનાઓથી અમે વાયરસ હવા દ્વારા ફેલાય છે તેવું કહેતા આવ્યા છીએ વાયરસ હદા દ્વારા ફેલાય છે તેવું થોડા ઘણા અંશે અમને લાગી રહ્યું છે. પરંતુ હજુ સુધી વાયરસ હવાથી ફેલાય છે તેના ચોકકસ અને નકકર પુરાવા મળ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.