લંડનની કિંગ્સ કોલેજ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એક જ રોગના અલગ અલગ લક્ષણો જોવા મળ્યા
હાલ ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડભેર વધી રહ્યું છે. દેશમાં ૨૦ લાખ કેસો સાથે વિશ્ર્વમાં કોરોનાના કુલ કેસો ૧.૮ કરોડને પાર થઈ જવા પામ્યા છે. કોરોના વાયરસની હજુ સુધીકાઈ નકકર સારવાર શોધાય નથી અને હાલમાં સંક્રમિત દર્દીની રોગ પ્રતિકારક શકિત વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે દર્દીઓની રોગ પ્રતિકારક શકિત સારી હોય તેઓ સંક્રમીત થઈ ગયા હોવા છતાં તેમનામાં કોરોનાના પ્રાથમિક ચિહનો જોવા પણ મળતા નથી જેથી તાજેતરમાં લંડનની કીંગ્સ કોલેજ દ્વારા કોરોના અંગે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં કોરોના પોઝીટીવ દર્દીઓમાં છ પ્રકારનાં અલગ અલગ ચિહનો જોવા મળ્યા હતા.
આ અભ્યાસમાં જે ચિન્હો જોવા મળ્યા હતા જેમાં પ્રથમ છે ફલુ જેવા લક્ષણો પરંતુ તેમાં દર્દીને તાવ હોતો નથી આ ચેપનું હળવું સ્વરૂપ માનવામાં આવે છે. તેમાં શ્વસન તંત્રમાં વિક્ષેપ થતો હોવાના કારણે શ્વસ લેવામાં મુશ્કેલી અનુભવાતી જોવા મળે છે. ઉપરાંત દર્દીઓને શરદી, ગળામાં દુ:ખાવો બંધ નાક, છાતીમાં દુ:ખાવો, સ્નાયુમાં દુ:ખાવો ગંધ પારખવાની શકિત ગાયબ થઈ જવી, માથાના દુ:ખાવો વગેરે જેવા લક્ષણો જોવા મળ છે. પરંતુ દર્દીને તાવ જોવા મળતો નથી. જયારે બીજા પ્રકારમાં ફલુના હળવા લક્ષણો તથા સતત તાવના લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો ધરાવતા દર્દીઓને સતત તાવ, ભૂખ ઓછી લાગવી, અવાજમાં કર્કશતા આવવી, સુકી ઉધરસ વગેરે ચિન્હો જોવા મળે છે.ત્રીજા પ્રકારમાં પેટમાં દુ:ખાવો જઠ્ઠરને લગતા લક્ષણો જોવા મળે છે. તેમાં દર્દીને પાચન અને જઠ્ઠરને લગતી મુશ્કેલી જોવા મળે છે. તેમાં દર્દીને ઉલ્ટી ઉબકા, ભુખ ઓછી લાગવી ઝાડા થવા, માથાનો દુ:ખાવો અને છાતીમાં દુ:ખાવો પણ જોવા મળે છે. ચોથા પ્રકારનાં લક્ષણોમાં થાક સાથે ગંભીર સ્વરૂપ જોવા મળે છે. જેમાં દર્દીનાં શરીમાં ઉર્જાનો અભાવ શ્ર્વાસ લેવામાં તકલીફ, રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો આ બધા કોરોનાના ગંભીર ચિહનો માનવામાં આવે છે. આવા દર્દીઓમાં માથાના દુ:ખાવો, છાતીમાં દુ:ખાવો, ગંધ અને સ્વાદ પારખવાની શકિતનો અભાવ, ગળામાં દુ:ખાવો તાવ, વગેરે ચિન્હો જોવા મળે છે.
પાંચમાં પ્રકારનાં લક્ષણોમાં દર્દીઓનાં મગજમાં અસર થાય છે અને તે નર્વસજેસ અનુભવે છે. તેમાં માથાનો દુ:ખાવો, ગંધ પારખવાની શકિત નષ્ટ થવી, ભુખ ઓછી લાગવી, તાવ, કફ, કર્કશતા, ગળા, છાતી અને સ્નાયુમાં દુ:ખાવો સતત મુંઝવણ અનુભવવી વગેરે ચિન્હો જોવા મળે છે. જયારે છઠ્ઠાપ્રકારનાં લક્ષણોમાં ગભરામણ ગળામાં દુ:ખાવો ભારે તાવ, ભુખ ન લાગવી માથામાં દુ:ખાવો, ઝાડા, શ્વસ લેવામાં તકલીફ, સ્નાયુ અને પેટમાં દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર વધારે હોય છે. જેમાં દર્દીને વેન્ટીલેટર પર રાખીને ઓકિસજન આપવાની જરૂર પડે છે.