ઓનલાઈન વેપારમાં એમેઝોન અને ફલીપકાર્ટને ભારે નુકસાની
સમગ્ર વિશ્ર્વમાં અને ખાસ તો ચીન ઉપર અત્યારના કોરોના વાયરસે જાણે સકંજો કસ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ ચાઈનામાં વેપાર વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું નજરે પડતા તેની માઠી અસર ઓનલાઈન કંપનીઓને પણ પહોંચી છે. એમેઝોન અને ફલીપકાર્ટ જેવી ઓનલાઈન કંપનીનાં વેચાણમાં પણ અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે. ચાઈનાની આવતી તમામ ચીજવસ્તુઓ હાલ નહિવત થઈ જતા લોકોને જે જરૂરીયાત મુજબની ચીજવસ્તુઓ લેવાની હોય તે લઈ શકતા નથી. કયાંકને કયાંક કોરોના વાયરસથી ચાઈનાની આર્થિક સ્થિતિ ઉપર પણ જાણે અસર પહોંચી છે તેવું લાગે છે. સ્માર્ટફોન, ટેલીવિઝન, ક્ધઝયુમર ઈલેકટ્રોનિકસમાં ઘણાખરા અંશે ઘટાડો જોવા મળ્યો છે. ગત મોટા પ્રસંગોમાં પણ ફલીપકાર્ટ અને એમેઝોનનું વેચાણ ઘણુ ખરુ ઘટયું હતું.
સર્વે મુજબ ઓનલાઈન માર્કેટ મારફતે મંગાવવામાં આવતા સેલફોનનો સ્ટોક ફેબ્રુઆરી માસના અંતમાં જ પૂર્ણ થઈ જશે તેવું લાગી રહ્યું છે તેમ કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના વાઈસ પ્રેસીડેન્ટે જણાવ્યું હતું. રીટેલ સ્ટોરની સરખામણીમાં લોકો સ્માર્ટફોનની ખરીદી ઓનલાઈન કરતા નજરે પડે છે ત્યારે આંકડાકિય માહિતી મુજબ ૪૧ ટકા મોબાઈલ ફોનનું વેચાણ ઓનલાઈન થતું હોય તેવું પણ સામે આવ્યું છે. ચાઈનામાં કોરોના વાયરસના કારણે ઈલેકટ્રોનિકસ ચીજ-વસ્તુઓના વેચાણમાં પણ ઘણો ખરો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સાથો સાથ ફર્નિચર, હોમ ડેકોર, ફીટનેસના સાધનો તથા નાના બાળકો માટે વાપરવામાં આવતા રમકડાના વેચાણમાં પણ ઘટાડો થયો છે. બીજી તરફ સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે આ તમામ ચીજવસ્તુઓના વેચાણમાં નહિવત ઘટાડો જોવા મળશે. કારણકે આ તમામ ચીજવસ્તુઓ ચાઈનાથી નહીં પરંતુ અન્ય દેશોથી મુખ્યત્વે આવતી હોય છે.
આગામી એપ્રિલ માસથી ઓનલાઈન વેચાણમાં તેજી જોવા મળશે
સમય સુચકતાને ધ્યાને લઈ ફલીપકાર્ટ અને એમેઝોન મોટા દુકાનદારો પાસે રહેલા સ્ટોક ઈન્વેન્ટરી લેવા માટેની કવાયત પણ હાથ ધરી રહ્યા છે ત્યારે આગામી ૪ થી ૫ અઠવાડિયા સુધી ઓનલાઈન વેપારમાં ઘટાડો જોવા મળશે એ વાત પણ સામે આવી રહી છે. આ તમામ ચીજવસ્તુઓમાં એકમાત્ર સ્માર્ટ ફોન જ એવી પ્રોડકટ છે કે જેના વેચાણમાં ઘણો ખરો ઘટાડો નોંધાયો છે પરંતુ સેમસંગ કંપની દ્વારા તેમના મોબાઈલ ફોન જે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચવામાં આવે છે ત્યારે તેના વેચાણમાં સુધારો પણ જોવા મળે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે ચાઈના દ્વારા કરવામાં આવતા ઉત્પાદનને ઓનલાઈન માર્કેટમાં ઘણાખરા અંશે ફટકો પડયો છે. રીસર્ચ સંસ્થાએ એ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ઓનલાઈન વેપારમાં ૩૪ ટકાનો શેર સ્માર્ટ ફોનના વેચાણમાં જોવા મળે છે. જયારે ૭ ટકા ક્ધઝયુમર ઈલેકટ્રોનિકસ, એપ્લાયન્સીસમાં ૬ ટકા ત્યારે સરવાળો મારતા ૪૭ ટકા ઓનલાઈન વેચાણ આ ક્ષેત્રમાંથી થતું હોવાનું પણ સામે આવ્યું છે. રીસર્ચ કંપનીઓનું માનવું છે કે આગામી ૧ માસ સુધી હજુ ઓનલાઈન વેપારમાં ઘટાડો જોવા મળશે પરંતુ એપ્રિલ માસમાં ઓનલાઈન વેપારની માંગમાં અનેકગણો વધારો પણ નોંધાશે.