આ વાયરસ સામાન્ય ફ્લૂ તેમજ સાર્સ નું રૂપ છે. કોરોનાવાયરસ ૨ ને અગાઉ નોવેલ કોરોના વાયરસ તરીકે ઓળખવામાં આવતો હતો.આ વાયરસ ૨૦૧૯-૨૦માં કોરોના વાયરસની મહામારી ફાટી નીકળવાનું કારણ છે. આ વાયરસ વડે અસરગ્રસ્ત લોકોમાં સામાન્ય રીતે કોઇ લક્ષણો હોતા નથી અથવા તો તાવ, સુકી ઉધરસ, થાક અને શ્વાસની તકલીફ થઈ શકે છે. ગળામાં સોજો, વહેતું નાક અથવા છીંક આવવી જેવા લક્ષણો ઓછા જોવા મળ્યા છે. રોગના પરિણામે વધુ અશક્ત લોકોમાં ન્યુમોનિયા અને વિવિધ અંગોનાં નિષ્ફળ થવાની પણ શક્યતા રહેલી હોય છે .વિશ્વ આરોગ્ય સંગઠનના (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અનુસાર ૧ થી ૧૪ દિવસો સુધીમાં અને સરેરાશ ૫ થી ૬ દિવસમાં કોરોના વાયરસ રોગના લક્ષણો દેખાવાના શરૂ થાય છે
ફેલાવો. શ્ચવાસ ઉધરસ છીંક તેમજ સ્ત્રાવ અને સંપર્ક થી એક વ્યક્તિ માં થી બીજી વ્યક્તિ માં થાય છે. આ વાયરસ હવા માં વધુ સમય રહી શકતો નથી તેથી હવા થી ઓછો ફેલાય છે. સિવાય કે દર્દી ની સાવ નજીક તમે રહો તો પરંતુ સ્ત્રાવ-લાળ વગેરે ના સંપર્ક માં આવેલ વસ્તુ ને સ્પર્શ કરી અને નાક કે મોઢા માં સંપર્ક માં હાથ આવે તો ફેલાઈ શકે છે…
વાયરસનો ચેપ પામેલા લોકોને તાવ, કફ અને શ્વાસની તકલીફના ચિહ્નો દેખાય છે.અતિસાર અને છીંક, વહેતું નાક અને ગળામાં ખારાશ જેવાં ચિહ્નો ઓછા જોવા મળે છે.આ ચિહ્નો ન્યુમોનિયા, વિવિધ-અંગોની નિષ્ફળતા અને મૃત્યુ સુધી જઇ શકે છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અનુસાર ૧ થી ૧૪ દિવસો સુધીમાં અને સરેરાશ ૫ થી ૬ દિવસમાં કોરોનાવાયરસ રોગના લક્ષણો દેખાવાના શરૂ થાય છે.
વિશ્વના વિવિધ આરોગ્ય સંગઠનોએ રોગ અને ચેપ વધુ ફેલાતો અટકાવવા માટેની પદ્ધતિઓ જાહેર કરી છે. આ પદ્ધતિઓમાં અન્ય કોરોના વાયરસ રોગોની જેમ: ઘરે રહેવું, જાહેર સ્થળોએ પ્રવાસ ન કરવો, વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા; આંખ, નાક અને મોઢાને હાથ ધોયા વગર ન અડકવું; અને શ્વસન અવયવોને સ્વચ્છ રાખવા જેવા પગલાંઓનો સમાવેશ થાય છે.
ચેપગ્રસ્ત લોકોએ તબીબી સારવાર સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઇ છે અને સારવાર માટે જતા પહેલાં જાણ કરવી; મોઢાં પર જાહેરમાં મોઢાં-નાકને ઢાંકતો માસ્ક પહેરવો; છીંક અને ખાંસીને રૂમાલ વડે ઢાંકવી; નિયમિત સાબુ-પાણી વડે હાથ ધોવા અને અંગત વસ્તુઓને અન્ય લોકો સાથે ન વાપરવાની સલાહ અપાઇ છે.
વધુમાં સાબુથી હાથ ધોતી વખતે ઓછામાં ઓછા ૨૦ સેકંડ સુધી હાથ ધોવાનું સૂચન કરાયું છે – ખાસ કરીને શૌચાલય ગયા પછી, જમતા પહેલા તેમજ શરદી-ખાંસી થઇ હોય ત્યારે. આલ્કોહોલ યુક્ત હાથ સાફ કરવાના પ્રવાહીઓનો (જેમાં ઓછામાં ઓછું ૬૦ ટકા આલ્કોહોલ હોય) ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.હાથ ધોયા વગર આંખ, નાક અને મોઢાંને ન અડવાનું જણાવવામાં આવ્યું છે
આ મહામારી નું નિદાન. વાયરસ નાન્યુક્લિક એસિડ ની તપાસ ઙઈછ દ્વારા કરવા માં આવે છે. . આ પ્રકારની સુવિધા અને કિટ્સ જૂજ હોય છે…સરકાર શ્રી એ ખૂબ જ સારી અને ઝડપી વ્યવસ્થા કરી સગવડતાઓ ઉભી કરી છે. રાજકોટ ખાતે આ સુવિધા ઉપલબ્ધ થઇ ગઇ છે જેના કારણે ઓછા સમય માં નિદાન મળી જતા રોગ નો પ્રસાર અટકાવી શકાય છે…
જો તમે કોઈ ચેપગ્રસ્તના સંપર્કમાં આવ્યા હતા, તેવું બહાર આવે, તો થોડા દિવસ માટે અન્ય લોકોને ન મળવાની સલાહ આપી શકાય છે. તમે અને તમારા સંપર્કો એ સંપૂર્ણ ૧૪ દિવસ માટે કોરોન્ટાઇન થવું જરૂરી છે જેથી તેનો ફેલાવો વધુ લોકો માં માં થાય .. આ મહા મારી મોટી ઉંમર ના ,ડાયાબિટીસ વાળા બ્લડ પ્રેસર વાળા માટે જીવલેણ પુરવાર થઈ શકે .
સાવચેતી એ જ સલામતી …. આપણે સૌ આપણી જાત સાથે ૨૧ દિવસ રેહતા શિખશું તો આપણા સૌ કુટુંબ, સગા, દેશ સાથે રહી શકશું.
ઘર માં રહો….. સુરક્ષિત રહો.