વિશ્વવ્યાપી કોરોનાથી સર્જાતા વિનાશ વચ્ચે, US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ 10 મેના રોજ 12 થી 15 વર્ષની વયના બાળકો માટે કટોકટીના ઉપયોગ માટે ફાઇઝર-બાયોનટેક રસીને મંજૂરી આપી હતી. FDAએ જણાવ્યું છે કે, ‘કોરોના સામેની લડતમાં બીજી મહત્વપૂર્ણ કાર્યવાહી કરતી વખતે, અમે 12-15 વર્ષના બાળકોમાં કટોકટીના ઉપયોગ માટે ફાઇઝર-બાયોનોટેક Covid-19 રસીને અધિકૃત કરી છે.
ફાઇઝર-બાયોનટેક રસીથી ત્રીજી લહેર સામે લડવામાં રાહત થશે. વૈજ્ઞાનિકોના અહેવાલ મુજબ ત્રીજી લહેર બાળકો માટે વધુ ખાતરનાક રહશે. તે લહેરનો સામનો કરવા આ રસી જડીબુટ્ટી સાબિત થશે.
ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે, ‘ભારતે લોકોને એન્ટી Covid-19 રસીના 17 મિલિયન ડોઝ આપીને વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ આપ્યું છે. જયારે ચીનને આ આંકડો પહોંચવામાં 119 દિવસનો સમય લાગ્યો USAને 115 દિવસનો સમય લાગ્યો જે ભારતે આ લક્ષ્યાંક 114 દિવસમાં હાંસલ કર્યો.
રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી ભારતમાં આરોગ્ય કર્મચારીઓના ડોઝથી શરૂ થયું હતું. આ પછી, 2 ફેબ્રુઆરીથી એડવાન્સ ફ્રન્ટ કર્મચારીઓની રસીકરણ શરૂ થયું. ત્યારબાદ, વિવિધ વય જૂથો માટે રસી ઉપલ્ભ કરવામાં આવી.