કોવિડ-19ની એકેય રસી પર હવે નહીં લાગે 10% કસ્ટમ ડ્યુટી

હાલ કોરોનાની મહામારીમાંથી બચવા ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. ભારતમાં પણ વેક્સિનેશન દ્વારા રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. ત્યારે રસીનો જથ્થો વધુ ઉપલબ્ધ થાય તેમજ વિદેશથી મંગાવવામાં આવતી રસીનું પ્રમાણ વધે અને લોકો તેમજ આયાતકારોને પણ સરળતા રહે તે માટે સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ એન્ડ કસ્ટમ્સ સીબીઆઈએ રસીની આયાતને સંપૂર્ણપણે કરમુક્ત જાહેર કરી છે. તમામ પ્રકારની રસી ઉપર હવે આયાત ડયૂટી વસૂલવામાં આવશે નહિ.

પેલી ઓક્ટોબરથી 31 ડીસેમ્બર સુધીના સમયગાળામાં કોવિડ-19 રસીની આયાત સંપૂર્ણપણે આયાત-જકાતમાંથી મુક્ત રાખવામાં આવવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આ અંગે જણાવ્યું છે ત્યાં લોકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગઈકાલે જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેનો અમલ પેલી ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ આયાતી રસી ઉપર અત્યારે 10 ટકા કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે. જણાવી દઈએ કે આ અગાઉ કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનામાં કોરોનાની રસીને ત્રણ મહિના માટે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી હતી. જેને હવે સરકારે વધુ ત્રણ મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સરકારે એમ પણ જણાવ્યું છે કે મેડિકલ ઓક્સિજન અને આરોગ્યને લગતા ઉપકરણોને પણ ઈમ્પોર્ટ ડ્યુટીમાંથી મુક્તિ અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.