રસીની “રસ્સાખેંચ”માં “સુબુધ્ધિ” ચૂકાણી??
ઉત્પાદકોને પોતાની રસીને જટ મંજૂરી અપાવવામાં રસ તો વિશ્વના તમામ દેશોની સરકાર નાગરિકોને ઝડપી રસી આપી “રાજકીય યશ” ખાટવામાં વ્યસ્ત
બ્રિટનમાં રસીકરણના ૨૪ કલાકમાં જ બે વ્યકિત બિમાર: સ્વાસ્થ્ય વિભાગે જારી કરી ચેતવણી
કોવિડ ૧૯ મહામારીને નાથતી ‘સચોટ’ રસીની શોધ માટે સંશોધકર્તાઓ તેમજ વિશ્વભરનાં દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો ઉંધે માથે થયા છે. રસીની ‘રસ્સા ખેંચ’ વધુને વધુ ગહેરી બની જઈ રહી છે. સો ટકા વિશ્વસનીયતાનો અભાવ, ડીસ્ટ્રીબ્યુશન, કોલ્ડચેઈન, રસીની કિમંતો વગેરે જેવા પડકારરૂપ પ્રશ્ર્નો પર જામેલી આ ‘રસ્સાખેંચ’માં ઉત્પાદક કંપનીઓ અને સરકારોની ‘સુબુધ્ધિ’ ચૂકાણી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રસી બનાવતી કંપનીઓ પોતાની વેકિસનને જટ મંજૂરી મળે તે માટે તો વિશ્ર્વભરનાં દેશોની સરકાર પોતાના નાગરિકોને ઝડપી રસી મળે અને કોરોનાની આ મહામારીમાંથી મૂકત થઈ ‘રાજકીય’ યશ મેળવી શકે તે માટે પ્રયાસો કરી રહી છે. પરંતુ આ ‘રસ્સાખેંચ’માં નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાઈ રહ્યું છે. મંજૂરી મેળવનાર વિશ્વની પ્રથમ રસી ‘ફાઈઝર’નું રસીકરણ બ્રીટનમાં શરૂ થઈ ગયું છે. અને આમ કરનારો બ્રીટન વિશ્ર્વનો પ્રથમ દેશ બની ગયો છે. પરંતુ ફાઈઝરે રસીકરણનાં ૨૪ કલાકમાં જ આડઅસર ઉભી કરી છે. રસી અપાયાબાદ બે દર્દીઓ ‘બિમાર’ થયા છે.જેને લઈ હવે, બ્રિટન સરકાર ચિંતામાં મૂકાઈ છે. સ્વાસ્થ્ય વિભાગે ચેતવણી જાહેર કરી છે.
બ્રિટનમાં જે બે લોકોને ફાઈઝરની રસી અપાઈ છે. તે વ્યવસાયી સ્વાસ્થય કર્મી છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસે આ અંગે નિવેદનમાં જણાવ્યું છે કે બંનેને વેકિસનેશનના લીધે એલેર્જિક રિએકશન થયું છે. આથી જે લોકોને દવા, ખાણી-પીણી અથવા વેકિસનેશનથી કોઈ પણ પ્રકારની એલર્જી છે તો તેવા લોકોને રસીકરણ કરાશે નહિ. આ માટે એજન્સીએ તમામ સેન્ટરોને સૂચના જારી કરી છે.
બ્રિટિશ મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડકટસ રેગ્યુલેટરી એજન્સી અનુસાર, બ્રિટનમાં ૭૦ લાખ લોકો એવા છે કે જેમને કોઈને કોઈ સામાન્ય એલર્જી છે અને આવા લોકોને ફાઈઝર રસી અપાશે તો ભયંકર પરિણામો નીવડી શકે છે. બ્રિટનમાં હાલ રોજ ૫ થી ૭ હજાર લોકોને રસી અપાઈ રહી છે.
રસીકરણ બાદ કઈ-કઈ આડઅસરો થઈ શકે??
સામાન્ય આડઅસર
– થકાણ અનુભવવી
– માંસપેશીમાં દુ:ખાવો
– ઠંડી લાગવી
– સાંધાનો દુ:ખાવો
– તાવ આવવો
– માથાંનો દુ:ખાવો
-ઈન્જેકશન અપાયાની જગ્યાએ સોજો, લાલાશ અને દુ:ખાવો થવો
-ગભરામણ અનુભવાવી ગંભીર આડઅસર
– લસિકા ગાંઠ થવી
– ગંભીર બીમારી અનુભવાવી