વિશ્વ આખાને ધમરોળનાર કોરોનાની દવા અને સારવાર સાધનોની પેટર્ન રજિસ્ટ્રેશનની કવાયત સામે ભારતે ઉઠાવેલા વિરોધને હવે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે. અમેરિકા સહિતના દેશોની કંપનીઓ દવા પર પેટર્ન મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે તેની સામે મહામારીની આ દવા પર કોઈનો ઈજારો ન હોય તેવા ભારતના વલણને હવે વિશ્વનું સમર્થન મળી રહ્યું છે.

કોરોના મહામારીની દવા પર ઈજારાશાહીનો સૌપ્રથમ વિરોધ ભારતે ર્ક્યો હતો, હવે વૈશ્વિક દેશોનું પણ ભારતને સમર્થન

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના સભ્યોએ બુધવારે સર્વસંમતિથી એવોર્ડ નિર્ણય લીધો હતો કે, કોવિડ સંબંધીત રસી, દવા અને સાધન સામગ્રી પરની પેટર્ન ન નોંધાવવાના નિર્ણય અંગે ટૂંક સમયમાં ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે. ડબલ્યુટીઓની મુખ્ય સમીતીએ ભારત દ્વારા પેટર્ન ન નોંધવાના સુજાવને લક્ષ્યમાં રાખીને જુલાઈના અંત સુધીમાં આ અંગે એક બેઠક યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

 

ઓકટોબર 2020માં ભારત અને દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં કોવિડ સંબંધીત આરોગ્ય દવા, સારવાર અને ટેકનોલોજી પર કોઈની પેટર્ન ન હોવી જોઈએ તેવો પ્રસ્તાવ મુક્યો હતો. ભારત, દક્ષિણ આફ્રિકા, ઈન્ડોનેશીયા સહિતના 62 જેટલા દેશોએ આ વાત પર સહમતી વ્યક્ત કરી છે. તેની સામે યુરોપીયન સંઘે શુક્રવારે પ્રસ્તાવ મુક્યો હતો. અંતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ મુદ્દે ચર્ચા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

યુરોપીયન સંઘ ઈંગ્લેન્ડ, સ્વીત્ઝરલેન્ડે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ સાથે સાથે વિશ્વના અન્ય દેશોમાં જાપાન, બ્રાઝીલ, કેનેડા જેવા દેશોએ વૈશ્વિક માનવતાના ધોરણે પેટર્ન જતી કરવાના મુદ્દે ચર્ચા થવી જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ડેગ ફીનના સોવીલે જણાવ્યું હતું કે, આ મુદ્દે પેટર્નનો વિરોધ કરનાર અને પેટર્નના પક્ષકાર બન્નેને સાંભળવા જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક ધોરણે આ મુદ્દો ચર્ચાથી ઉકેલવો જોઈએ.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં 164 દેશો સભ્ય છે અને આ મુદ્દો સમગ્ર વિશ્વને સ્પર્શે તેવો હોવાથી તે અંગેની ચર્ચા થવી જોઈએ. દક્ષિણ આફ્રિકા સહિતના વિક્સીત અને ગરીબ દેશો માટે પેટર્નનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે. અમેરિકા સહિતના દેશોએ પણ ચર્ચા માટેની તૈયારી બતાવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ સૌપ્રથમવાર પેટર્નની ઈજારાશાહી સામે વિરોધ ઉઠાવ્યો હતો. ફાઈઝર, મોડેના, જોન્સન એન્ડ જોન્સન, કોપરેટ સહિતની કંપનીઓએ પેટર્નની દરખાસ્ત કરી હતી. બીજી તરફ પાકિસ્તાન, મલેશીયા, અર્જેન્ટીના જેવા દેશોએ પેટર્નને એક બૌદ્ધિક અધિકારના રૂપમાં ગણીને કોરોનાની રસીની પેટર્ન ન હોવી જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો. ભારતે રસી સહિતની કોરોના દવા પર જમાદારીનો વિરોધ કર્યો હતો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને પણ હવે ચર્ચા માટે તૈયારી બતાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.