રસીકરણ બાદ કેદીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા: એક પણ કેદીને આડ અસર નહીં
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મે.ડો.કે.એલ.એન.રાવ, અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદના માર્ગદર્શન મુજબ જેલમાં રહેલા 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના પાકા કામના 79 તથા કાચા કામના 52 તેમજ પાસા અટકાયતી 01 પુરુષ તેમજ 25 સ્ત્રી મળી કુલ 157 બંધીવાન ભાઈઓ તથા બહેનોને સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના નોડલ અધિકારી ડો.વાંજાના સહયોગથી તેમજ ડો.ભાવેશ જાકાસણીયા તથા તેમની ટીમ દ્વારા આપવામાં આવેલ આ રસીકરણ કાર્યક્રમ દરમ્યાન નકકી કરવામાં આવેલ ગાઈડલાઈનનો ચુસ્તપણે પાલન કરવામાં આવેલ.
વેકસીન લીધેલ તમામ બંધીવાનોને વેકસીન લીધા બાદ 30 મિનિટ સુધી જેલના મેડિકલ ઓફિસરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ. આ રસીકરણમાં હાલના તબકકે એક પણ બંધીવાનને કોઈ આડ અસર જણાઈ આવેલ નથી અને આ રસીકરણનો કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ રહ્યો છે. આ રસીકરણ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના રાહુલ રાકસીયા સ્ટાફ બ્રધર, મનોજભાઈ ડોડીયા, હિતેષભાઈ રાઠોડ, વિશાલભાઈ વાળા તેમજ જેલના મેડિકલ ઓફિસર વી.કે.સીંગ, ડો.દિલાવર ઉનડકોત્રા, ડો.કવિતાબેન, અમિતભાઈ પંડયા બ્રધર, મયંકભાઈ કુબાવત બ્રધર, ચેતનભાઈ પુરોહિત ફાર્માસીસ્ટ, વિપુલભાઈ ફાર્માસીસ્ટ, લેબ ટેકનીશીયન વૈભવભાઈ, એકસ-રે ટેકનીશીયન હિરેનભાઈ તેમજ પિનલબેન વ્યાસ નર્સ હાજર રહેલ હતા. રસીકરણ કાર્યક્રમ સફળ બનાવવા જેલ અધિક્ષક બન્નો જોષી તથા નાયબ અધિક્ષક આર.ડી.દેસાઈ તથા સીનીયર જેલર એમ.જી.રબારીનાઓએ જહેમત ઉઠાવી હતી.