રાજકોટમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 3, દીવમાં 2 અને ઉનાનાં દેલવાડામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં એક 35 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આરોગ્ય વિભાગે કોરોના પોઝિટિવનાં સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરમાં અમદાવાદથી આવેલા પતિ-પત્ની સહિત 3 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદના જોધપુર સેટેલાઈટ રોડ પર રહેતા ગીતાબેન વિનોદભાઈ કંસારા (ઉંમર-64), અમદાવાદા ઘાટલોડીયામાં રહેતા પતિ-પત્નિ નિકુંજ કૌશિકભાઈ આચાર્ય (ઉંમર-31) અને ગુંજન નિકુંજભાઈ આચાર્ય (ઉંમર-31)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ઉમરાળાના લીમડા ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ ઝાલા (ઉંમર-35)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેનુ આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
જામનગરમાં આજે વધુ બે કેસ પોઝિટિવ નોંધાય છે. ફલ્લા ગામની 43 વર્ષીય મહિલાનો અને લાલપુર ગામના 50 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટવ નોંધાયો છે.
રાજકોટમાં ગત મોડી રાત્રે 2 કેસ પોઝિટિવ આવ્યા હતા. જે બાદ આજે સવારે વધુ એક કેસ પોઝિટવ આવતા કુલ 3 કેસ નોંધાય છે. ઉનાનાં દેલવાડામાં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.