આવતીકાલના જનતા કફર્યુનું સુકાન હનુમાનજી મહારાજને સાદર સુપ્રત: ઓબામાએ તેમના ચૂંટણી-યુધ્ધ વખતે એમને સંગાથી બનાવ્યા હતા: જેમની પાસે રામ-રસાયણ હોઈ એમનો બેડો પાર: આવતીકાલના જનતા-કફર્યુમાં વડાપ્રધાનને બધી રીતે સફળ બનાવે બજરંગ બજરંગબલી !
આપણો આખો દેશ, આખી દુનિયા, આખી માનવજાત એ વાત જાણી ચૂકી છે કે કોરોના વાયરસે આખી દુનિયામાં બીજા વિશ્ર્વયુધ્ધનાં અભૂતપૂર્વ હાહાકાર કરતાયે વધુ હાહાકાર સજર્યો છે અને તેણે અમેરિકા સહિત વિશ્ર્વના આગેવાન દેશોની હકૂમતો ઉપર પોતાની હકૂમત પ્રસ્થાપિત કરી છે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ તેના વિઘાતક હાહાકાર અને તેની અસાધારણ ચાલચલગત સામે સાવધાન થવું પડયું છે. ‘સાર્ક’ના દેશો સમક્ષ તેમણે જે કાંઈ કહ્યું અને જે કાંઈ કર્યું તે વખતનો તેમનો મિજાજ અને જુસ્સો જે પ્રકારના હતા, તેમાં હવે સારી પેઠે બદલાવ જોવા મળી રહ્યો છે. તેમણે વિલંબ વિના રાષ્ટ્રની સવા અબજ જેટલી પ્રજાને સંબોધન કર્યું અને જનતા કર્ફયુ સહિતની બાબતો દર્શાવી તે સારી પેઠે ભિન્ન રહ્યા છે.
આવતીકાલે વડાપ્રધાને સૂચવેલા ‘જનતા કર્ફયુ’નો અને તેમણે કોરોના વાયરસને અનુળક્ષીને આ દેશની પ્રજાએ કયાં કયા પ્રકારની ફરજો બજાવવાની છે તેના અમલો આરંભ કરરી દેવાનો અવસર છે.
અમે પ્રજાની વ્યાપક મહેચ્છા મુજબ અને તેને લગતી તાર્કિકતાને ત્રાજવે તોળીને એવું પ્રજાવતી જાહેર કરવાની વિનમ્ર રજા લઈએ છીએ કે, આવતીકાલના જનતા કર્ફયુના પ્રમુખ આગેવાન તરીકે અને માર્ગદર્શક તરીકે સર્વ શકિતમાન શ્રી હનુમાનજી મહારાજ બજરંગબલી રહેશે.
આખા ભારતમાં જ નહિ પણ આખી દુનિયામાં હાહાકાર સર્જનાર કોરોનાની ચોટલી પકડીને કાયમને માટે વશ કરી લેવાનું ત્રિભુવનમાં જો કોઈનું સામર્થ્ય હોય તા તે હનુમાનજી મહારાજમાં અને હનુમાન ચાલીસામાં હોવાનો મત ઘણે અંશે સાર્વત્રિક છે.
પૂર્વ અમેરિકન પ્રમુખ શ્રી ઓબામાએ પ્રમુખપદની ‘ટફ’ ચૂંટણી વખતે શ્રી હનુમાનજી મહારાજને સમગ્ર જંગ દરમ્યાન તેમની સંગાથે મૂર્તિરૂપે રાખ્યા હતા એવા સમાચારને ભૂલવા જેવા નથી.
વડાપ્રધાન પણ શ્રી હનુમાનજી મહારાજની અને હનુમાન ચાલીસાની મહાશકિતથી અજાણ ન જ હોઈ શકે !
‘ચારોં ઔર પ્રતાપ તુમ્હારા’ એમ કહીને સંત તુલસીદાસે એમની મહાશકિતનો મહિમા દાખવ્યો છે. એ વિદ્યાવાન છે, ને એમનામાં કોઈપણ આકરામાં આકરી વિટંબણાને દૂર કરી દેવાની અમાપ શકિત છે. તેઓ કુમતિને નષ્ટ કરે છે અને સુમતિના જ હિમાયતી છે.
તેઓ જગતની તમામ પીડાઓનાં નિવારક છે અને તેમની પાસે કોરોના જેવા ‘શ્રાપ’ને આશીર્વાદમાં ફેરવી દે એવું રામ રસાયણ છે!
આવતીકાલના ‘જનતાફર્કયુ’ વખતે હનુમાનજી મહારાજ-બજરંગબલીની આગેવાની ધાર્યા અને સુખદ પરિણોમા લાવશે જ, જો કોઈ વિદેશી આડોડિયા પરિબળો અમેની મહાશકિતના આ હવનમાં હાડકાં નહિ નાખે !
કોરોના અને જનતા-કર્ફયુ વચ્ચેની ટકકરમાં ‘સત્યમમેવ જયતે’નો મંત્ર જ જીતે એમ કોણ નહિ ઈચ્છે ?