જિલ્લામાં કુલ ૨૧૮ એક્ટિવ કેસ

જામનગરમાં છેલ્લા બે દિવસથી નવા સંક્રમિત કેસોમાં નજીવી રાહત જોવા મળી રહી છે જો કે મૃત્યુ કેસનો દર સતત ઉંચો જળવાઈ રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં દસ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. તો વધુ ૯૮ લોકો સંક્રમિત બન્યા છે જયારે ૧૧૮ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

જામનગર શહેર-જિલ્લાને કોરોનાના રાક્ષસે અજગરી ભરડો લીધો છે. પરિણામે દરરોજ અસંખ્ય લોકો સંક્રમિત બની રહ્યા છે.  ગઈકાલે શહેરી વિસ્તારમાં ૯૧ અને ગ્રામ્ય વિસ્તારમાં સાત મળી જિલ્લામાં કુલ ૯૮ લોકો કોરોના સંક્રમિત બન્યા હતાં. આમ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણની સંખ્યામાં થોડી રાહત જોવા મળી હતી. આમ જિલ્લાનો પોઝિટિવ દર્દીનો કુલ આંક ૫૩૭૭ નો થયો છે. તો આજે બપોર સુધીમાં વધુ ૧૦ દર્દીઓમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયા હતાં. જો કે સતાવાર રીતે એક પણ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી.જામનગરમાં દર્દીઓનો રિકવરી રેટ પણ સારો છે. ગઈકાલે ૧૧૮ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં મહાનગર પાલિકા વિસ્તારના ૧૦૧ અને ગ્રામ્ય વિસ્તારના ૧૭ દર્દીનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.