અમદાવાદમાં 118, વડોદરામાં 25 સુરતમાં 22 અને રાજકોટમાં નવા પાંચ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરનો આરંભ થઈ ગયો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. રાજયમાં કોરોનાના કેસમાં જેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ફરી કોવિડના સંકજામાં સપડાય ગયું હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારે ગુજરાતમાં કોરોનાના નવા 225 કેસ નોંધાયા હતા. હાલ રાજયમાં કોરોનાના એકિટવ કેસનો આંક 1186 એ પહોચ્યો છે.
અમદાવાદ (કોર્પોરેશન) વિસ્તાર જાણે ગુજરાતમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજયમાં શુક્રવારે કોરોનાના નવા 225 કેસ નોંધાયા હતા. જે પૈકી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમા 118 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 25 કેસ, સુરત કોર્પોરેશનમાં 22 કેસ, આણંદ જિલ્લામાં 8 કેસ, કચ્છ જિલ્લામાં આઠ કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 5 કેસ, વલસાડમાં 4 કેસ, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 4 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 4 કેસ, મહેસાણા જિલ્લામાં 3 કેસ, પાટણ જિલ્લામાં 3 કેસ, ભરૂચ જિલ્લામાં બે કેસ, નવસારી જિલ્લામાં 2 કેસ, વડોદરા જિલ્લામાં 2 કેસ,જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 1 કેસ, પંચમહાલ અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક એક નવા કેસ નોંધાયા હતા. 141 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. રાજયમાં એકિટવ કેસનો આંક 1186 એ પહોચી જવા પામ્યો છે.