‘વેકેશનને લાગ્યો વાયરસ…’
એપ્રીલમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થાય પછી બે માસનો ગાળો આપણાં એજયુકેશન સીસ્ટમમાં વેકેશનનો ગાળો હોય છે. બાળકો આ દિવસ દરમ્યાન મોજ મઝા સાથે આનંદોત્સવ કરતાં જોવા મળે છે પરંતુ કોરાના ઇફેકટસના પગલે ૧પ માર્ચથી શાળા-કોલેજ બંધના હુકમથીને માસ પ્રમોશનથી બધા પાસ થઇ ગયા.
ભારતના ઇતિહાસમાં પ્રથમવાર વેકેશનને પણ લાગ્યો ‘વાયરસ’જેને કારણે ટબુકડા બાળ મિત્રોનો આનંદ ‘કોરો’ રહી ગયો છે. બાળકોના શિક્ષણ સાથે સહુ અભ્યાસિક પ્રવૃત્તિનો તેના સર્ંવાગી વિકાસમાં મહત્વનો ફાળો હોય છે, જેમાં વેકેશનનાં બે ગાળા- શિયાળુ અને ઉનાળુ વેકેશનના ફ્રિ સમયમાં કંઇક નવું શિખવાનો મોકો મળતો હોય છે. સમર કેમ્પ પ્રવાસ મામાને ઘરે કે માસી કે નાના-નાનીના ઘેર રોકાવા જવાનો પણ અનેરો આનંદ બાળકો ઉઠાવતા હતા, પરંતુ પ્રવર્તમાન કોવિડ-૧૯ ના કારણે લોકડાઉન ‘તાળાબંધી’થી આ ‘આનંદ’ પર પૂર્ણ વિરામ મુકાય ગયું છે.
આખુ વર્ષ લેશન ટયુશન વિગેરેમાં વિતાવે છે ને સ્કુલ-કલાસમાં તનતોડ મહેનત કરીને થાકયા હોય ત્યારે આવા વેકેશન ની મઝા કંઇક જુદી જ હોય છે પણ અત્યારે તો બંધ બારણે ફુલ ડે ના ફાજલ સમયમાં સૌથી વધુ બાળકોને થઇ છે.
રેસકોર્ષ, ફનવર્લ્ડ, વોટર પાર્ક, આજી ડેમ ઇશ્ર્વરીયા પાર્ક, પ્રાણી સંગ્રાલય જેવા ચિલ્ડ્રન સ્પોટ ખાલીખમ જણાય છે. વાલીઓ આયોજન કરીને બેઠા હતા પણ બધું જ ફેલ થઇ ગયુંને આવ્યું ‘લોકડાઉન’ વેકેશનની મોજમજા કોરાનાએ ઘોઇ નાખી વેકેશનમાં ક્રિકેટ કોચિંગ કેમ્પ, મલ્ટી પ્લેકસમાં ફિલ્મ જોવી, શેરી ક્રિકેટ, હોટલમાં જવું, મમ્મી-પપ્પા સાથે ફરવા જવું, આઇસ્ક્રીમ – ગોલાની ધમાલ, હાઇવે હોટલના કારણે સમાપ્ત થઇ ગયું છે. ઉનાળુ વેકેશન ૩પ દિવસનું હોય છે ને પરીક્ષા એપ્રીલમાં પુરી થતા શાળાઓમાં રજા પડતા જ બે માસ જેવો ગાળો બાળકોને મળતો હોય છે, પણ આ વાતાવરણે તમામ ‘આનંદોત્સવ’ વછીનવાય ગયો છે.
ભારતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વેકેશન એવું હશે જેમાં ફેમીલી ફરવા ન ગયું હોય ધો. ૧૦-૧રના છાત્રોએ કુટુંબે તો ભવ્ય પ્લાન ઘડયો હતો પણ બધું જ ‘ધ એન્ડ થઇ ગયું’ ઉનાળાની રાજકોટની કાળઝાળ ‘ગરમી’માં વોટર પાર્કની પિકનીક તો જીવનભર યાદ રહેતી હોય છે, પણ હાલ ‘મારૂ ઘર… ને… મારૂ ઘર…. એક જ જગ્યા….. એ જ આખો દિવસ નો માહોલ હવે બાળકોને અકડાવી મુકે છે.
સહ અભ્યાસિક પ્રવૃતિ, ડાન્સ, સ્પોર્ટસ, વેસ્ટમાંથી વેસ્ટ, કોચીંગ, સમર કેમ્પ જેવી વિવિધ બાળ પ્રવૃતિમાં પૂર્ણ વિરામ લાગી ગયું છે. કોરોના વાયરસની મહામારીના કારણે ભાગ્યે કોઇ એવું સેકટર હશે જેની આર્થિક નુકશાન ન થયુઁ હોય, પણ આ બધા વચ્ચે ‘બાળકોના નિજાનંદ’ વેકેશનના કિંમત સમય…. શિખવાના સમય….. કોઇ ઘ્યાને લેશે નહીં.
અત્યારે બાળકો માટે એક માત્ર હાથવગું હથિયાર… ઓન લાઇન મોબાઇલનો આનંદ
પવર્તમાન સમયમાં બાળકોને નવરાશનો સમય મળ્યો છે તેમા ગમે તેવા આયોજનો કરે રમે જમે તોય સમય વધે છે ત્યારે ‘ઓનલાઇન’ગેઇમ્સ સાથે સગા, સ્નેહી, ભાઇબંધોને વિડીયો કોલીંગ, વાતુના ગપાટા સાથે તેમનો એક માત્ર સાચો ભાઇબંધ ‘મોબાઇલ’બની ગયો છે કલાના શોખીન બાળકો ‘સંગીત વાદ્યો’ વગાડીને ગાયને આનંદ માણે છે. બાળકો કહે છે અમે નોટબંધી, નેટબંધી અને હવે ઘર બંધી જોઇ ! આ વાતાવરણે બાળકો કંઇક નોખું…. કંઇક અનોખું કરીને માંડ માંડ સમય પસાર કરી રહ્યા છે.