વિશ્ર્વભરમાંથી વિદાય રહેલા કોરોના નો હોંગકોંગમાં સપાટો, હોસ્પિટલો ભરાઈ ગઈ પથારીઓ મેદાનમાં કરવી પડી
અબતક ,રાજકોટ
ચીનના ઉવાનમાંથી શરૂ થયેલી કોરોનાની ભૂતાવળ હવે લગભગ વિશ્વમાંથી વિદાય લઈ રહી છે ત્યારે કોરોના એ જતા જતા હોંગકોંગમાં પૂંછડી મારી હોય તેમ એકા એ દર્દીઓની સંખ્યા વધી જતા હોંગકોંગની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પ્રથમ લહેર ની જેમ જ કોરોના ની સારવાર માટેની પથારીઓ ખુંટી પડી છે અને બુધવારે ઠેરઠેર એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડતા વેન્ટિલેટર અને ઓક્સિજનના બાટલા સાથે હોસ્પિટલ ના પટાંગણમાં તંબુ રાખીને દર્દીઓને દાખલ કરવા પડ્યા હતાહોંગકોંગનેઅગાવ કોરોના મુક્ત જાહેર કરવાનું લક્ષ્ય મુજબ જોરશોરથી કામગીરી ઉપાડી લેવામાં આવી હતી.
ત્રણ લહેરમાં હોંગકોંગમાં કોરોના ને ઝડપથી કાબૂમાં લાવવામાં આવ્યો હતો ,પરંતુ ફરીથી બુધવારે પરિસ્થિતિ બદલી ગઈ હોય તેમ આરોગ્ય સત્તાવાળાઓએ શહેરમાં એકાએક 4285 નવા કેસો એક જ દિવસમાં બંધાયા હતા અને તેમાંથી 16 દર્દીઓની હાલત અતિ ગંભીર બની જતા હોંગકોંગ આરોગ્ય વિભાગે તાત્કાલિક શહેરમાં 10 ડિગ્રી નીચા તાપમાન વચ્ચે ફરીથી નાગરિકોને હોમ આઇસોલેટ થઈ જવાની સુચના આપી હતી અને દર્દીઓના ભરાવાને લઈને અને હોસ્પિટલોમાં બહાર તંબુ નાખીને દર્દીની સારવાર શરૂ કરી હતી હોંગકોંગમાં કોરોના એ ફરી પથારી ફેરવી હોય તે રીતે વધી ગયેલા ફરીથી શહેરમાં ચિંતા જાગી છે.