આ વખતનો શત્રુ નજરે જોઇ ન શકાય એવો ને આપણી અંદર જ છે!! કોરોનાથી કેટલા મૃત્યુ થશે? કયારે અંત આવશે? એ કોઇ જાણતું નથી
આજે દેશ વિદેશના તમામ દેશો એક જ દુશ્મન કોરોના સામે યુઘ્ધ કરી રહ્યા છે. કોરોનાએ અત્યારે આખી દુનિયામાં ત્રીજા વિશ્વયુઘ્ધની સ્થિતિ સર્જી હોય તેમ આખી દુનિયા કોરોના નામના દુશ્મન સાથે લડી રહી છે.
અગાઉના યુઘ્ધ નજર સામેના દુશ્મન સામે લડતા હતા. અત્યારે છૂપા દુશ્મન સામે યુઘ્ધ લડવામાં આવી રહ્યું છે.
વિશ્વના ઇતિહાસ પાસેથી આપણને એ વાત જાણવા મળી છે કે વિશ્વયુઘ્ધ-૧ અને ર ના નામે કયારેય પુરી ન થાય તેવી ખોટના ખાતા ઉઘારાવાનું છે. જયારે પ્રથમ વિશ્વ યુઘ્ધની શરૂઆત ઓગષ્ટે ૧૯૧૪માં થઇ હતી ત્યારે બન્ને બાજુના પક્ષને આ મહાયુઘ્ધની ખુવારી થોડાં જ મહિનાઓ ભોગવી પડી હતી. આજ રીતે બીજા વિશ્વ યુઘ્ધમાં ૧૯૪૦ના ઉનાળામાં ફ્રાન્સમાં સહયોગી સેના પર શકિતનું પ્રદર્શન કરીને હાહાકાર મચાવ્યો હતો. આ ઘટનાનો ઇતિહાસ વિશ્ર્વયુઘ્ધ-૧ અને ર ની સંઘર્ષની મહિનાઓની અને વર્ષોની સ્થિતિ ધોરણે દુ:ખદાયી સમરણનો ઇતિહાસ બની રહી છે.
બન્ને પ્રથમ અને બીજા વિશ્વ યુઘ્ધે બ્રિટીશ અને જર્મનીની વસાહતો એશિયા, આફ્રિકા અને બ્રાઝિલ સહીત લેટીન અમેરીકા સુધી વિશ્વ યુઘ્ધની આગ ફેલાઇ હતી. બીજા વિશ્ર્વ યુઘ્ધમાં આ સંઘર્ષની આગ ફેલાઇ હતી. બીજા વિશ્ર્વ યુઘ્ધ માં આ સંઘર્ષમાં જાપાને પર્લહારબ પર હુમલો કરતા એશિયા પણ આ યુઘ્ધમાં સપડાઇ પડયું હતું. લેટિન અમેરિકા બ્રાઝિલ અને મેકિસકો પણ બીજા વિશ્વ યુઘ્ધની ખુવારીના ફેલાવામાં નિમિત બન્યા હતા. કેટલાક યુપોરીયન દેશો જેવ કે સ્પેન, સ્વીન્ઝેલેન્ડની બેન્કો ઉઘોગપતિઓ અને લુઁટનો માલ સંઘરવાનું ઠેકાણુ બની ગઇ હતી. આજ રીતે અત્યારે કોરોના વાયરસથી લેટીન અમેરિકા સહિતના વિસ્તારો કે જયા બન્ને વિશ્વ યુઘ્ધોની અસર થઇ હતી.
તે સહિતનું આખું જગત અત્યારે કોરોના મહામારીથી લપેટાઇ ગયું છે.
તાજેતરમાં પોપ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે કયાં કોરોના વાયરસ લેટીન અમેરિકામાં પહોચ્યાો? અમેરિકાની વેબસાઇટ અમેરિકા ઓફ કાઉન્સીલ અમેરિકાએ જ આ પ્રશ્ર્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે એવરીવેર એટલે કે જગતમાં અત્યારે બધી જ જગ્યાએ કોરોના પહોંચી ચુકયો છે.
આંતરરાષ્ટ્રીય માઘ્યમોના અહેવાલો મુજબ બ્રાઝિલમાં કોવિડના ર કેસ આવતાની સાથે જ આરોગ્ય મંત્રીએ રાજીનામું ધરી દીધું હતું. મેકસિકોમાં અત્યારે હાલત ખુબ જ ખરાર હોવાનું જાણવા મળ્યું છે. અને પ્રથમ બે વિશ્ર્વયુઘ્ધની જેમ જ લોકોને લાગી રહ્યું છે કે કોરોનાની મહામારીની ભુતાવળ મહિનાઓ નહિ પરંતુ વર્ષો સુધી પીછો નહિ છોડે.
વિશ્ર્વયુઘ્ધનો ઇતિહાસ લખનારાઓ યુઘ્ધના ખાત્મા સુધી બે કરોડ લોકોના મૃત્યુ નિપજયાંનું અને આ માટે જર્મની પર દોષનો ટોપલો ઢોળ્યો હતો અને આ યુઘ્ધે જર્મનના અર્થતંત્રને દાયકાઓ સુધી ઉભું થવા દીધું નહતું.
૧૯૨૩ના આ માર વર્ષો સુધી ચાલ્યો હતો જર્મનીમાં ફુગાવો એટલે હદે વધી ગયું હતું કે બ્રેડનો ભાવ ર૦૦ મિલિયને પહોંચી ગયો હતો.
એકવારનું જમવા માટે બે દિવસનું મહેનતાણુ પણ ઓછું પડતું હતું. એડોલ્ફ હિટલરે તેની સત્તા ભુખ સંતોષવા માટે આખી પૃથ્વીને વિશ્ર્વ યુઘ્ધમાં ધકેલી દીધું હતું.
બન્ને વખતે યુઘ્ધનો ભય છ કરોડ મૃત્યુ માટે નિમિત બન્યું હતું. છ કરોડ લોકો ધર્મ, વસ્તી અને સૈઘ્ધાંતિક રોગદ્રેષના ભોગ બનીને મહામારી પણ માનવજાત માટે ત્રીજા વિશ્ર્વ યુઘ્ધ જેવું ભયંકર બનતું જાય છે. છેલ્લા ચાર પાંચ મહિનામાં જ ૩,૧ર,૦૦૦ ની જીંદગીઓ હોમાઇ ગઇ છે અને ૪.૬૪ કરોડ લોકો સંક્રમિત થઇ ગયાછે.
ચીનનું વુહાનમાં વાયરસનું ઉદ્દભવ સ્થાન અને ચીનની સરકારી લેબોરેટરીમાં બનાવેલું આ ભુત વિશ્ર્વમાં ફેલાયું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. પ્રથમ અને બીજા વિશ્વ યુઘ્ધના બદલે આ વખતે નજરે ન જોઇ શકાય તેવા શત્રુ દરેકને કોઇપણ વખતે સંકજામાં લેવા નીકળી પડયું છે. આપણેને જે શત્રુ મળ્યો છે તે ખુદ આપણામાં જ છે.
વોલ્ટકેલીના કાર્ટુનમાં બતાવવામાં આવતા ઓગો અને પોસમ જેવી આકૃતિઓ મને એપ્રિલ-૨૨ ૧૯૭૦ થી વિશ્ર્વ પર્યાવરણ દિવસ વિશ્વ યુઘ્ધ દિવસની ઉજવણી કરીએ છીએ તેના પ૦માં વર્ષ અત્યારે ફરીથી વિશ્વ આખુ જોખમમાં મુકાઇ ગયું છે.
અત્યારે આપણી પૃથ્વી વિશ્વ યુઘ્ધથી પણ ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યો છે. કોવિડ-૧૯ ના ઉદભવ અને તેના વિશ્ર્વવ્યાપી પ્રસારણ માટે કોણ જવાબદાર છે? તેનો ઇલાજ શું ? તે શોધવા માટે જગત આખુ એક થઇને મહેનત કરી રહ્યું છે. અને આ મહેનત કરવી પડશે.
આજે આખું જગત કોરોનાના ઇલાજ શોધવા કામે લાગી ગયું છે તમામ લોકો માસ્ક પહેરીને કામ ધંધો કરવા માટે મજબુર બન્યા છે.
વિશ્વ યુઘ્ધ એક અને બીજા ની જેમ અત્યારે ચારે તરફ કોરોના વાયરસનો ભય અનુભવાય રહ્યો છે. વિશ્વ યુઘ્ધમાં તો દુશ્મન એકબીજાને ઓળખાતા હતા. જયારે અત્યારે જગતને ધમરોળનાર માનવજાતના દુશ્મનના ન દેખાય તેવા હુમલાઓ થઇ રહ્યા છે. જેનો કોઇ ઇીાજ નથી. આ પરિસ્થિતિનો કયારે અંત થશે ? કેટલા મૃત્યુ થશે તેની કોઇ ખબર નથી આ પરિસ્થિતિ કેટલો સમય લાંબી ચાલશે તે કોઇ જાણતું નથી. અત્યારે ખરેખર વિશ્ર્વ વુઘ્ધથી પણ ખરાબ હાલત છે તેમાં બે મત નથી.