જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ લોકો થયા ડિસ્ચાર્જ, હાલ ૨૩ કેસો એક્ટિવ : તમામ દર્દીઓ સ્ટેબલ

ગોંડલમાં આજે એક દંપતિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગે તે વિસ્તારમાં ક્ધટેઇનમેન્ટ ઝોન તેમજ બફર ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે. બીજી તરફ આ દંપતિના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ પણ મેળવાઈ રહી છે.

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલ સુધી કોરોનાના ૪૫ કેસો નોંધાયેલા હતા. જેમાં ગઈકાલે મોડી રાત્રે બે નવા કેસો ઉમેરાયા છે. ગોંડલના રાધાકૃષ્ણનગરમાં રહેતા ઉમેદરાય ઉકડરાય ઉ.વ. ૬૨ તેમજ તેમના પત્ની ભારતીબેન ઉમેદરાય ઉ.વ. ૫૯નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દીઓ અમદાવાદથી ગોંડલ આવ્યા હતા. અહીં તેઓને છેલ્લા ૩ દિવસથી કોરોનાના લક્ષણો હતા. તેઓએ સ્થાનિક તબીબ પાસે નિદાન કરાવતા તબીબે આરોગ્ય વિભાગને જાણ કરી હતી.

બાદમાં દંપતીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તુરંત તેઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના સામે આવ્યા બાદ પ્રાંત અધિકારી રાજેશ આલ સહિતના અધિકારીઓએ ક્ધટેઇનમેન્ટ ઝોન અને બફર ઝોન નક્કી કરવાની કામગીરી હાથ ધરી દીધી છે.

આ અંગે આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીએ વિગતો આપતા જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૪૭ અને સિટી વિસ્તારમાં ૮૮ કેસો નોંધાયા છે. જેમાંથી ગ્રામ્યમાં ૨૪ દર્દીઓ અને સિટીમાં ૬૬ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યારે ગ્રામ્યમાં ૨૩ અને સિટીમાં ૧૧ કેસો એક્ટિવ છે. આ સાથે અન્ય જિલ્લાના રાજકોટે જાહેર કરેલા પોઝિટિવ કેસો ૧૭ છે. આ કેસો ઉમેરીને રાજકોટ જિલ્લાના કુલ કેસો ૧૫૫ થાય છે. રાજકોટ જિલ્લામાં તમામ દર્દીઓ હાલ સ્ટેબલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.