વિશ્વ હાલમાં વધતા દર્દીઓ, વધતા માનસિક તાણ અને વધતી હાડમારી વચ્ચે દિવસો પસાર કરી રહ્યું છે. વિશ્વનાં ૧૯૯ દેશોમાં કોરોનાનો પગપેસારો થઇ ચુક્યો છે. સરકારોની ઉંઘ હરામ છે અને પ્રજા રામભરોસે છે. વિશ્વની મોટાભાગની સરકારોએ નાગરિકોને મંદીમાં ટેકો આપવા રાહત પેકેજ જાહેર કર્યા છે. બાકી હોય તો વિશ્વનાં ૧૮૯ દેશોને ફંડ આપતા IMF ઐ પણ ૨.૫ ટ્રિલિયન ડોલરની સહાયની તૈયારી શરૂ કરી છે. આમછતાંયે ભારત સહિતનાં ઘણા દેશો હાલમાં કયામતના દિવસો પાસાર કરી રહ્યા છે. જો આ તબક્કે સચવાઇ જશૈ તો ગાડી ફરી એક- દોઢ મહિનામાં પાટે ચડી જશે. નહિતર સરકારે જાહેર કરેલા પેકેજ પણ એળે જઇ શકે છે. મતલબ કે અંધારી રાત પછીનો સુર્યોદય ક્યારે અને કેવો હશૈ તે આજનો સૌથી યક્ષ પશ્ન છે.

ભારતની જ વાત કરીએ તો ૨૧ દિવસના લોકડાઉનના કારણે ઓટો ઇન્ડસ્ટ્રીને ૫૦૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન જવાનું છે. આ ઉપરાંત સર્વિસ, એવિયેશન, ટુરિઝમ, મનોરંજન જેવા તમામ સેક્ટર પાયમાલ થઇ રહ્યા છે. IMF ના અનુમાન પ્રમાણે હવેની મંદી વર્ષ-૨૦૦૯ ની મંદી કરતાં પણ વધારે ખતરનાક હશૈ.  ખાસ કરીને અચાનક કામકાજ બંધ કરવાની ફરજ પડી તેનાથી વિશેષ નુકસાન જશે.

પહેલા કેન્દ્ર સરકાર ની સીધી જાહેરાત બાદ CRR એ રેપોરેટમાં ૭૫ બેસીસ પોઇન્ટનો ઘટાડો કરીને ૪.૪ ટકાના ઐતિહાસિક સ્તરે ઓફર કર્યો છે. એમ તો RBI માં પણ આવો જ ઘટાડો જાહેર કરાયો છે. RBI રૂપમાં CRR પાસે નાણા જમા રાખતી બેંકોને આ જમા રકમ ઉપર કોઇ વ્યાજ મળતું નથી. પરંતુ હવે RBI ઘટતા તુરત ૧.૩૭ ટ્રિલિયન રૂપિયા છુટા થશૈ જે બેંકો બજારમાં ક્રેડિટ અને રોકાણ માટે વાપરી શકશે. આ ઉપરાંત લોનધારકોના હપ્તા ત્રણ મહિના મોડા થાય તો ચલાવી લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે.  જેની બેંકરોને આશા પણ નહોતી. આ ઉપરાંત CRR લોંગ ટર્મ રેપો ઓક્શન (LTRO)  અને ટાર્ગેટેડ લોંગટર્મ રેપો ઓક્શન (TLTRO) કરીને અને માર્જીનલ સ્ટેન્ડિંગ ફેસેલિટી (ખજઋ) દ્વારા કુલ ૩.૭૫ ટ્રિલિયન રૂપિયાની લિક્વીડિટી ઉભી કરવાનું CRR નું આયોજન છે.

આ રેપોરેટ જો આગામી એક વર્ષ માટે સ્થિર રહે એવું ધારીએતો બેંકોને આ રોકાણ ઉપર માર્ક ટુ માર્કેટ (MTM) ની વ્યવસ્થા કે ગણતરી કરવી નહી પડે. મતલબ કે આ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ ઘટે તો પણ બેંકોની બેલેન્સશીટ પર તેની અસર નહી પડે. CRR નો આશય અહીં એવો છે કે LTRO દ્વારા ઉભા કરાયેલા નાણાનો ઉપયોગ બેંકો કોર્પોરેટ બોન્ડ ખરીદવામાં કરે. આ જાહેરાતની કદાચ શેરબજારો પર અસર પણ પડી શકે છે. જે બેંકોના પોર્ટફોલિયોમાં સરકારી બોન્ડ હોય તે બેંક હવે CRR ની રેપો વિન્ડો મારફતે કર્જ લઇ શકશે.

આ સ્કીમ સરકારે ૩૦ મી જુન સુધી રાખી છે. યાદ રહે કે લોનના હપ્તા માટે પણ વધારે ત્રણ મહિનાનો સમય અપાયો છે. બાકી હોય તો દિલ્હીમાં ઇશ્યુ થઇ રહેલા પાસમાં પણ માન્યતા ૩૦ જુન સુધીની રાખવામાં આવી છે. મતલબ કે કોરોના સામેની લડાઇ માટે સરકાર અત્યારથી જ ત્રણ મહિનાનું પ્લાનિંગ કરી રહી છે.

કોરોનાનાં કેન્દ્રબિંદુ ચીનમાં ત્રણ મહિના બાદ જીવન થાળે પડી રહ્યું છે. ચીને સત્તાવાર જાહેર કરેલા આંકડા સાચા હોય તો જે દેશમાં મૄત્યુઆંક ૩૦૦૦ કે તેથી વધારે હશે તે તમામ દેશોની ઇકોનોમી ત્રણ મહિના તો પાછળ રહેશે જ. જો આ રોગચાળો આટલે સુધી મર્યાદિત રહે તો પણ વૈશ્વિક ઇકોનોમી ૨૦૨૧ ના અંત સુધીમાં પાટે ચડી શકશે. જ્યારે પણ થાય પરંતુ આ રિકવરી ઘણી ઝડપી હોય એવી આશા રાખીએ.

આજે દેશને પોઝીટિવ એપ્રોચની જરૂર છે. હાલમાં દેશ આખો લોકડાઉન છે. મોટા ભાગે તમામ જિલ્લાની સરહદો સિલ છે. આગામી બે સપ્તાહ બાદ દેશનાં જે જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહીં નોંધાયો હોય તે જિલ્લાઓમાં કદાચ સરકાર કામકાજ શરૂ કરાવી શકે. જેના કારણે જીવન જરૂરી પુરવઠાની સમસ્યા હળવી થઇ શકે.

હવે જ્યારે સૌ રાહત માંગશૈ ત્યારે કોને પહેલા અને કેટલી આપવી તે IMF ને નક્કી કરવાનું રહેશે. અત્યારે ૮૧ દેશોને રાહત આપવી પડે તેવી સ્થિતી છે. પાકિસ્તાન તથા કઝાકસ્તાને તો માગણી મુકી પણ દીધી છૈ.

આ રોગચાળાની કોઇ અંતિમ તિથી નક્કી નથી. પણ એક સમસ્યા આવે છે તો તે જાય છે તે પણ નક્કી છે. હવે જ્યારે વિશ્વ આ પ્રકોપમાંથી મુક્ત થશે ત્યારે કદાચ ડિમાન્ડ અને  સપ્લાયની પેટર્ન, માણસજાતની લાઇફ સ્ટાઇલ, બે દેશો વચ્ચેના વેપારના આંકડા, જરૂરિયાતો અને કદાચ સંબંધોમાં પણ નવનિર્માણ જોવા મળી શકે..!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.