મોરબીમાં લોકો સુધી વર્તમાન સ્થિતિના સમાચારો પહોચાડવા સતત દોડતા એવા પત્રકારોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ૨૦ પત્રકારોના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા માસ સેમ્પલ લેવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. દુધરેજીયાની સુચનાથી આરએમઓ ડો. કે. આર. સરડવાના માર્ગદર્શન હેઠળ પત્રકારોના સેમ્પલ લેવામા આવ્યા છે. સહિત પત્રકારો લોકો સુધી સમાચારો પહોચાડવા માટે ફિલ્ડમાં સતત દોડતા રહેતા હોય માટે તેઓ જો સંક્રમિત થયા હોય તો જોખમ વધુ રહે છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા મોરબી અબતક ન્યૂઝના પત્રકાર ડેનિષ દવે સહિત ૨૦ પત્રકારોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
મોરબીમાં પત્રકારોના કોરોના ટેસ્ટ: ૨૦ નમુના લેવાયા
Previous Articleગીર સોમનાથ જિલ્લામાં ત્રણ તબકકામાં લોકોના આરોગ્યની તપાસણી કરાશે
Next Article મોરબી સબ જેલના કર્મચારીઓ અને કેદીઓના નમુના લેવાયા