રાજ્યની ખાનગી લેબોમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાને લઇને મહત્વની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છેકે, આજથી રાજ્યભરમાં ખાનગી લેબોમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ ઘટાડીને 2500 કરવામાં આવ્યો છે. તેમજ જો આ ટેસ્ટ ઘરે બોલાવીને કરાવવામાં આવશે તો રૂ. 3 હજાર ચૂકવવાના રહેશે.