ગોંડલ વેપારી મહા મંડળ અને નગરપાલિકા તંત્ર દ્વારા ગત સપ્તાહે સાંજના સાત થી સવારના સાત વાગ્યા સુધીના અપાયેલા અઠવાડિયા ના સ્વૈચ્છિક લોકડાઉન બાદ પણ કોરોના ના નું સંક્રમણ વધી રહ્યું હોય વધુ સ્વૈચ્છિક લોકડાઉન ની જરૂરિયાત જણાતી હોય ગોંડલ શેહેરમાં વધુ 8 દીવસ સ્વૈચ્છિક લોકડાઉન સાંજ ના 6 થી સવારના 6 સુધી જાહેર કરવામાં આવ્યું છે.
નાનાં મોટાં તમામ વેપારીઓ ને પોતાના ધંધા રોજગાર સાંજ નાં 6 થી બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. જાહેર જનતાને પણ બીન જરુરી ઘર બહાર નહીં નિકળવાં અપીલ કરવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ ની દુકાનો ખુલી રાખવામાં આવશે તેમજ ગોંડલ સીટી પી.આઈ. એસ.એમ. જાડેજા દ્વારા જણાવાયું છે કે કોઈપણ વેપારી કે ગ્રાહક માસ્ક વગર તેમજ દુકાનમાં સોશ્યિલ ડિસ્ટન્સ નહીં જળવાય તો તે વેપારી સામે દુકાન સીલ કરવા સુધી ની કાર્યવાહી કરવામાં આવશે.