સોરા અને પરમાર કુટુંબમાં દેરાણી-જેઠાણી શાલી પરિવારમાં
પતિ-પત્નિને કોરોના ભરખી ગયો
ઉપલેટા તાલુકામાં કોરોના જાણે આદુ ખાઇને પાછળ પડી ગયેલ હોય તેમ ભાયાવદરમાં પરમાર પરિવારમાં દેરાણી-જેઠાણી અને પુત્ર, પાનેલીમાં સોરા પરિવારમાં દેરાણી-જેઠાણી અને શાણી પરિવારમાં પતિ-પત્નિ અને બહેનના મોત થતા ભાયાવદર પાનેલી ગામમાં કોરોનાનો કારોકેર વર્તાવી દીધો છે.ભાયાવદર ગામે ભાજપના અગ્રણી અને સથવાર જ્ઞાતિના ભોમી ગણાતા ડાયાબાપા પરમાર પરિવારના કાન્તીભાઇના દિકરા કમલેશભાઇ ગઇકાલે કોરોનાને કારણે નિધન થતા ભારે હાહાકાર મચી ગયો છે. આ પરિવારમાં બે દિવસ પહેલા જોશનાબેન રસીકભાઇ પરમાર તેમજ લીલાવંતીબેન રમણીકભાઇ પરમાર દેરાણી-જેઠાણીના પણ કોરોનાને કારણે નિધન થયા હતા.
તેવી જ રીતે પાનેલી ગામે મુસ્લીમ સમાજમાં સોરા પરિવારના હજીબેન અલ્લારખા સોરા અને ખેરૂતબેન અબ્દુલભાઇ સોરા (કંડકટર) બન્ને દેરાણી-જેઠાણી તેમજ જેનુબેન નુરમામદભાઇ સોરાના પરિવારના એક જ દિવસમાં ત્રણ વ્યકિતના મોત થતા. મુસ્લીમ સમાજમાં ભારે શોક છવાયો હતો જયારે બીજા બનાવમાં પાનેલી ગામે રહેતા ધોરાજી, ઉપલેટા ના ધારાસભ્ય લલીત વસોયાના મામાજી-મામીજી અને મામીજીના કોરોનાને કારણે મોત થયા છે તે પાટીદાર અનામત આંદોલનમાં શહીદી વહોરી લેનાર પંકજભાઇ શાણીના િ5તા વલ્લભભાઇ મનજીભાઇ શાણી તેમના પત્ની મંજુલાબેન શાણી તેમજ તેમના બહેન ફુલીબેન મનજીભાઇ શાણીના કોરોનાને કારણે એક જ પરિવારના ત્રણ-ત્રણ વ્યકિતના મોત થતાં પાનેલી નામમાં ભારે ગમગની છવાયેલી છે. અગાઉ પાનેલી ગામના યુવાનો વિપુલ ગધેથરીયા, નીરજ ભાલોડીયા, ભરત ઝાલાવડીયા, કિશોર કુકડિયા, અમિત માણાવદરિયાના કોરોના એ જીવ લઇ લેતા તેનું દુ:ખ ભૂલાયું નથી ત્યાં એક જ પરિવારના ત્રણ ત્રણ મોભી ગુમાવી દેતા કોરોનાએ કારો કેર મચાવેલ છે.