ચીનમાં હજારો લોકોના જીવ લેનારો કોરોના વાયરસને હવે યુરોપ અને અમેરિકાને પણ પોતાના ભરડામાં લીધુ છે.
વિકસિત ગણાતા યુરોપના ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, ઈંગ્લેન્ડ સહિતિંના દેશોમાં હાહાકાર મચાવ્યા બાદ હવે કોરોના વાયરસ અમેરિકાને પોતાની લપેટમાં લીધુ છે. આ દેશોમાં શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવાનાં કારણે કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ભારતમાં લોકડાઉનના કારણે સોશિયલ ડિસ્ટર્ન જાળવવાથી કોરોનાના કેસોનાં પ્રમાણમાં ઓછા છે તેમ છતાં વિશ્ર્વભરમાં કોરોના વાયરસથી અસરગ્રસ્તોને આંકડો ૧૦ લાખને પાર થઈ ગયો છે જેને લઈને અમેરિકા-યુરોપમાં કોરોનાના કારણે થતી માનવ ખુવારી અવિરતપણે વહી રહી છે.
અમેરિકામાં કોરોના વાયરસને કારણે એક જ દિવસમાં ૧૦૦૦ વ્યકિતનાં મૃત્યુ અને સાપ્તાહિક બેરોજગારીનો આંકડો ૬.૬ મિલિયન સુધી પહોંચ્યો છે. કોરોનાથી અમેરિકાની ૮૦ ટકા થી વધુ વસ્તીને ઘરમાં પુરાઈ જવાની ફરજ પડી છે. અમેરિકામાં અત્યાર સુધી કયારેક નથી નોંધાઈ એવી સાપ્તાહિક બેરોજગારીનો આંકડો વિશાળ બન્યો છે.
અમેરિકા સરકારે પણ વર્તમાન પરિસ્થિતિ વર્તમાન અર્થતંત્રની કમર ભાંગી નાખશે તેવી કબુલાત કરી છે. શિકાગોના અર્થશાસ્ત્રી જસ્ટીન યુજેન્ડયુરનએ કહ્યું હતું કે, આ પરિસ્થિતિ આપણા શ્ર્વાસ અઘ્ધર કરી નાખશે અને તે માટે તાત્કાલિક કંઈક કરવું જોશે જો થાપ ખાઈ જશું તો તેના અવડા પરીણામ તત્કાલ ભોગવવા પડશે.
ફલોરિડા, ર્જીયાજીયા,નેવેડાના લોકોને બુધવારે ઘરમાં લોકડાઉન રહેવાના આદેશોને પગલે ફુલ લોકડાઉન ધરાવતા રાજયોની સંખ્યા ૩૯ થઈ રહી છે. આરોગ્ય તંત્ર લોકડાઉન જરૂરી માને છે. જયારે અર્થશાસ્ત્રીઓ તેનો વિરોધ કરે છે. આ લોકડાઉનથી અર્થતંત્રને ૩૦ ટકાથી વધુનુ નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે. બે અઠવાડિયામાં ૧૦ મિલિયન અમેરિકને કામધંધો ગુમાવી દીધો છે ત્યારે હજુ પણ આ પરિસ્થિતિ અટકે તેમ દેખાતી નથી.
બુધવારે એક જ દિવસમાં કોરોનાનો મૃતાંક ૯૫૦ થયો હતો. અત્યાર સુધીમાં ૪૮૦૦ અમેરિકન કોરોનામાં હોમાઈ ગયા છે. નવા દર્દીઓની સંખ્યામાં બીજા ૨૬૦૦૦ પોઝીટીવ કેસ નોંધાયા છે. કોરોનાના ક્ધફર્મ કેસનો આંકડો ૨,૧૪,૦૦૦ એટલે કે ઈટાલીથી ડબલ થઈ જવા પામ્યો છે. વૈશ્ર્વિક રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૦ લાખે પહોંચી છે અને ઈટાલીના ૧૩ હજાર સહિત ૪૯ હજાર મૃત્યુ ગુરુવારે થયા હતા.
અમેરિકાના સંરક્ષણ વિભાગે ૧ લાખ કફન એટલે કે સબ પેટીઓ પહોંચતી કરી છે. સબ પેટીઓની માંગણી ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કરી હતી. ન્યુયોર્કમાં સબના નિકાલ કરનાર તંત્રમાં કર્મચારીઓના કામની કલાકો અને રાત્રે પણ સંસ્કાર થાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે.
કોરોનાથી શહેરમાં ૪૦ હજાર લોકોને ચેપ લાગી ચુકયો છે અને ૧૦૦૦ લોકોના મૃત્યુ નિપજયા છે અને આ કુદરતી આફતને પહોંચી વળવા નવા-નવા રસ્તા શોધી રહ્યા છીએ. ન્યુયોર્ક સ્મશાન મહાનિર્દેશક મંડળનાં લેનોહ માઈકે જણાવ્યું હતું કે, અમે બધી તૈયારીઓ કરી લીધી પરંતુ આ પરિસ્થિતિ ગંભીર છે અમે કયારેય સબઘરોમાં મડદાના ઢગલા જોયા ન હતા.
વ્હાઈટ હાઉસે આ પરિસ્થિતિને લઈને એવી દહેશત વ્યકત કરી છે કે કોરોના ૧ થી ૨.૫૦ લાખ લોકોને ભરખી જાય તેવી દહેશત ઉભી થઈ છે. અમેરિકાને જયારે કોરોના વાયરસે ભરડો લઈ લીધો છે ત્યારે ન્યુયોર્ક શહેરનાં તબીબો સરકારી આરોગ્ય વિભાગ અને પ્રાપ્ત આંકડાઓમાં સંશોધનોની અછત અને એક સાથે વધી રહેલા સંક્રમણના કિસ્સાઓથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
લ્યુસાનિયા સ્ટેટ યુનિ.ના આરોગ્ય સેવા વિભાગનાં અધ્યક્ષ રેલકાગીએ જણાવ્યું હતું કે, અમે ખુદ માંદગીમાં સપડાઈ ચુકયા છીએ. પરિસ્થિતિ દિન-પ્રતિદિન ખરાબ થતી જાય છે. માત્ર ને માત્ર સોશિયલ ડિસ્ટન્સ એક માત્ર બચવાનો રસ્તો છે તેમ એન.આઈ.નાં ડાયરેકટર એનથની ફોસીએ જણાવ્યું હતું. અમે શકય એટલું બધુ કરીએ છીએ અને કરવું જોઈએ માત્ર સોશિયલ ડિસ્ટેન્સીંગ એવું શાસ્ત્ર કે તેના ઉપયોગ ફાયદાકારક છે તેમ જણાવ્યું હતું.
અમેરિકામાં કોરોના આપતિકાલમાં દર્દીઓની સારવાર માટે તબીબી સંશાધનોની ખોટ ન પડે તે માટે અમેરિકા સરકારનું તંત્ર ઝડપથી કાર્ય કરી રહ્યું છે. તબીબ અને નર્સોને સહાયરૂપ થવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર દેશમાં કયાંક સંશાધનની અછત ન થાય તે માટે ધ્યાન આપી રહી છે.
તબીબી સાધનોમાં કોરોનાનો ભોગ બનેલા દર્દીઓના શ્ર્વાસ લેવામાં તકલીફ પડે છે તેના માટે વેન્ટિલેટર પુરા પાડવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અમેરિકામાં કોરોનાના વાયરાનું એપી સેન્ટર ન્યુયોર્ક શહેર બની ગયું છે. શહેરની તબીબી જરૂરીયાતો પર દેખરેખ રાખવા માટે પૂર્વ કમિશનર જેમ્સનિલની નિમણુક કરવામાં આવી છે.
ઇટાલી બાદ સ્પેનમાં પણ મૃત્યાંક ૧૦,૦૦૦ને પાર
ચીનમાંથી પ્રસરેલો કોરોના વાઇરસ યુરોપના દેશોમાં છેલ્લા એકાદ માસથી આતંક મચાવી રહ્યો છે. ઇટાલી, સ્પેશ, ઇગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે જેવા યુરોપના વિકસિત ગણાતા દેશોમાં કોરોનાથી બચવા સોશ્યલ ડીસ્ટર્ન જાળવવામાં બેદરકારીના કારણે હવે આ રોગ વિપુલ પ્રમાણમાં ફેલાય રહ્યો છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ કરતા પણ વધારે લોકોના જીવ લેનારો કોરોના વાયરલ હવે સ્પેનમાં પણ ઝડપભેર પ્રસરી રહ્યો છે.
સ્પેનમાં ગત ર૪ કલાકમાં જ ૯૫૦ નાગરીકોના મૃત્યુ કોરોનાથી થયાનું સરકારે જણાવ્યું છે જેથી સ્પેનમાં કોરોનાથી મૃત્યઆંક ૧૦,૦૦૦ ને પાર થઇ જવા પામ્યો છે. જે ઇટાલીમાં યુરોપ ખંડમાં સૌથી વધારે છે જયારે ઇગ્લેન્ડ, ફ્રાન્સ જેવા યુરોપીયન દેશોમાં સરકારના તાત્કાલીક અગમચેતીરુપ પગલાથી કોરોનાનો કહેર પ્રમાણમાં કાબુમાં જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં એક જ દિવસમાં ૧૦૦૦નાં મોત
દુનિયાની મહાશકિત ગણાતું અમેરિકા કોરોના સામે ઘુંટણીયે પડી ગયું છે. અમેરિકામાં દિવસ ઉગતાની સાથે જ જે મોતના આંકડા જાહેર થઈ રહ્યા છે તે ખરેખર શ્ર્વાસ થંભાવી દેનારા છે. ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસનો ગઢ બની ગયેલા અમેરિકામાં છેલ્લા ૨૪ જ કલાકમાં ૧૦૦૦ લોકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.
અમેરિકામાં એક જ દિવસમાં ૧૦૦૦ લોકોના મોત થયા છે જેના કારણે દેશમાં મૃત્યુઆંક વધીને ૪૪૭૫ પર પહોંચી ગયો છે. અમેરિકામાં ૨,૧૩,૩૭૨ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે જે વિશ્ર્વભરમાં સૌથી વધુ છે. દુનિયા આખીની વાત કરીએ તો કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોનો આંકડો ૧૦ લાખને પાર પહોંચી ગયો છે. જયારે ૪૭૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.
જહોન હોપક્ધિસ યુનિવર્સિટીનાં જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૧૦૦૦ લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. અમેરિકામાં એક દિવસમાં જીવ ગુમાવનારાઓનો અત્યાર સુધીમાં આ સૌથી મોટો આંકડો છે. આ બધા વચ્ચે અમેરિકામાં કોરોના વાયરસનો ગઢ બની ગયેલા ન્યુયોર્ક શહેરમાં જ મૃતકોનો આંકડો ૧૩૦૦ને પાર થઈ ગયો છે. આ મહાસંકટમાં અમેરિકામાં હોસ્પિટલોમાં માસ્ક અને અન્ય ચિકિત્સકિયા સામાનોમાં ભારે અછત જોવા મળી રહી છે.
આ ભયાનકતા વચ્ચે અમેરિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. અમેરિકા હવે પોતાના યુદ્ધ જહાજ થિયોડોર રૂઝવેલ્ટથી ૩૦૦૦ નૌ સૈનિકોને બહાર કાઢશે. આ નૌસેનિકોને ગુઆમની હોટલોમાં કવોરન્ટાઈન કરવામાં આવશે. જહાજ પર કોરોના સંક્રમિત નૌસેનિકોની સંખ્યા વધીને ૧૦૦ થઈ ગઈ છે. કોરોના વાયરસથી અમેરિકાના લોસ એન્જલ્સ શહેરમાં પીપીઈ કીટની ભારે અછત થઈ છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ ૧૦,૦૦૦ જેટલા છે.