રાજકોટ શહેરમાં 1ર અને જિલ્લામાં 17 સહિત કુલ 19 કેસ: ભાવનગરમાં ત્રણ, સુરેન્દ્રનગરમાં બે અને પોરબંદરમાં એક કેસ નોંધાયો
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉચકું છે. ગુજરાતમાં કોવિડનો પ્રથમ કેસ નોંધાયાને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. ત્રીજીતીથીએ જાણે ફરી કોરોના ભૂરાયો થયો હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારે રાજયમાં કોરોનાના નવા 1ર1 કેસ નોંધાયા હતા. સૌરાષ્ટ્રમાં નવા રપ કેસ નોંધાયા છે. જે પૈકી અડધો અડધ કેસ એકલા રાજકોટ શહેરમાં મળી આવ્યા છે. શહેરમાં 1ર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
શુક્રવારે કોરોનાએ સતત બીજા દિવસે સદી નોંધાવી હતી.ફ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા હતા. બીજા ક્રમે રાજકોટ શહેર રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નવા 1ર લોકો સંક્રમિત થયા છે. સુરત શહેરમાં પણ નવા 1ર કેસ, મહેસાણામાં નવા 11 કેસ, રાજકોટ જીલ્લામાં નવા 7 કેસ, સાબરકાંઠા માં 6 કેસ, વડોદરા શહેરમાં ચાર કસ, ભાવનગર શહેરમાં 3 કેસ, સુરત જીલ્લામાં 3 કેસ, વલસાડમાં 3 કેસ, બનાસકાંઠા, ભરુચ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં નવા બબ્બે કેસ જયારે નવસારી, દાહોદ અને પોરબંદરમાં એક એક કેસ નોંધાયા છે. રૈયા રોડ પર વૈશાલીનગરમાં પ્રમુખ વંદન, કોઠારીયા સોલવન્ટમાં શકિતનગર વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે.