કોરોના લોકડાઉન દરમિયાન એકલતાનો ‘સાથી’ બનેલુ સોશિયલ મીડિયાના ઉપયોગથી મીડિયા અને મનોરંજન ક્ષેત્રને કરાવી દીધી ચાંદી-ચાંદી
કોરોના મહામારીના ઉપદ્રવે સમગ્ર વિશ્ર્વની સામાજીક, રાજદ્વારી અને આર્થિક પરિસ્થિતિમાં ઉથલ-પાથલ સર્જી દીધી હતી. હજુ પણ આ મહામારી કેટલો સમય ચાલશે તે કહેવું અનિશ્ર્ચિત છે ત્યારે વિશ્ર્વના લગભગ તમામ દેશોમાં લાંબા લોકડાઉન અને મહામારીના પગલે સ્થગીત થઈ ગયેલી આર્થિક ગતિવિધિઓને લઈને ભારે મંદી પ્રવર્તી રહી છે. તમામ ધંધા-રોજગાર અને ઉદ્યોગ વ્યવસાયમાં ક્યારેય સર્જાય ન હતી ત્યારે ન ભુતો ન ભવિષ્ય જેવી કપરી આર્થિક પરિસ્થિતિનો દોર ચાલી રહ્યો છે ત્યારે કોરોના લોકડાઉનમાં તમામ ધંધાઓને માઠી અસર થઈ હતી ત્યારે માત્રને માત્ર મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં જ તેજીનો તોખાર ચાલી રહ્યો છે. લોકડાઉન દરમિયાન જ્યારે તમામ લોકો ઘરની અંદર બંધ અને એકલતામાં સપડાઈ ગયા હતા ત્યારે સોશિયલ મીડિયા અને ડિજીટલ વર્લ્ડ ઓટીટી ક્ષેત્ર સાથે સમગ્ર દુનિયાના લોકો જોડાઈ ગયા છે ત્યારે લોકડાઉનની આ મહામારીથી મીડિયા અને મનોરંજન ક્ષેત્રને ભારે લાભ થયો છે. 2021 થી શરૂ થયેલી આ તેજી 2025માં લાખો-કરોડોની આવકનું કારણ બની રહેશે.
ભારતમાં મીડિયા અને એન્ટરટેઈનમેન્ટમાં લોકડાઉન દરમિયાન 24 ટકા જેટલી તેજી આવી છે. 2020માં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સના સમયગાળા દરમિયાન લોકોની એકલતાનો સાથી બનેલા સોશિયલ મીડિયાની આવક 1.38 લાખ કરોડે પહોંચી હતી. આ વર્ષે પણ તેમાં ઝડપી તેજી દેખાઈ રહી છે અને 2025 સુધીમાં મીડિયા અને એન્ટરટેઈનમેન્ટની આવક 2.68 લાખ કરોડ સુધી પહોંચી જશે.
2020માં 43.900 કરોડ રૂપિયાના ઘટાડા સાથે રૂા.1.38 લાખ કરોડ સુધી પહોંચી હતી હવે 2020માં તેમાં સુધારો જોવા મળી રહ્યો છે અને રૂા.223 બીલીયન એટલે કે 2025 સુધીમાં આ ક્ષેત્રમાં 2.68 લાખ કરોડની આવક ઉભુ કરનારૂ બની રહેશે. 2020માં લોકડાઉન દરમિયાન લોકોએ ઘરમાં રહેવાનો સમયગાળો ટેલવિઝન અને સોશિયલ મીડિયાના સહારે વિતાવ્યો અને વધુમાં વધુ લોકો ગેજેટ સાથે જોડાયા. 2020માં ટીઆરપીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. પ્રિન્ટ અને ઓનલાઈન ગેમમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. 2020ની સ્થિતિએ 2.8 કરોડ જેટલા ભારતીયોએ પેડ સેવાનો ઉપયોગ કરી 5.3 કરોડ ઓટીટીનો ઉપયોગ કરીને ડિજીટલ સબસ્ક્રીબ્શનમાં 49 ટકા જેટલો વધારો કર્યો હતો. 2019ની સ્થિતિ જોવા જઈએ તો માત્ર 1.05 કરોડ લોકો જ ઓટીટી સાથે જોડાયા હતા. પરંતુ લોકડાઉન દરમિયાન નેટફલીક્સ, એમેઝોન, પ્રાઈમ વીડિયો ક્ષેત્રના ઉમેરા સાથે કુલ 28.4 કરોડ ભારતીયો ઓટીટીમાં જોડાયા હતા. લોકડાઉન તમામ મધ્યમ અને નાના ઉદ્યોગોને આવક ઘટાડવા નીમીત બન્યું હતું. જ્યારે ઓટીટીને લોકડાઉન ફળ્યું હતું. લોકો ઓનલાઈન ગેમ રમીને જ 3.60 કરોડ લોકો ઉમેરાયા હતા.તાજેતરમાં આવેલા એક અહેવાલમાં ટીવી, ફિલ્મ, મ્યુઝિક અને મનોરંજન ક્ષેત્રમાં જે ઉછાળો આવ્યો છે તેનાથી 2025 સુધીમાં મીડિયા અને મનોરંજન ક્ષેત્રની આવક બેવડી થઈને 2.68 લાખ સુધી પહોંચશે.