શિક્ષણવિદ દિપ્તીબેન જે.પીઠડીયા અને સચિન જે.પીઠડીયાના મતે બાળકોની બુદ્ધિના વિકાસ માટે શિક્ષણ સિવાય ક્રિએટીવ પ્રવૃતિઓ જરૂરી

કોરોના વાયરસને કારણે શાળા-કોલેજો ખૂલશે કે નહીં એની અનિશ્ચિતતા વચ્ચે ઓનલાઈન શિક્ષણ એ મહત્વનું બની રહ્યું છે. ધોરણ એક થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓ મોટાભાગે મોબાઈલની નાનકડી સ્ક્રીન પર ભણવું પડે છે, કારણ કે પ્રાઈમરી સ્કૂલ જૂજ બાળકો પાસે નોટબુક, લેપટોપ કે પી.સીની સુવિધા છે. સતત બે-ત્રણ કલાક સંવાદ મોબાઈલ એપ દ્વારા શિક્ષકો જે ભણાવે છે એમાં બાળકો એકાગ્ર બનતાનથી અને તેમાં વાલીઓના તીરીકે બાળકના માતાનું ટેન્શન વધે છે. સ્ત્રીઓ વોટ્સએપ, એફ.બી કે ટિકટોક યૂઝ કરતી હોય તો પણ એનો અર્થ એ નથી કે તમે બધી ખબર પડે છે. આકસ્મિક સ્થિતિ આવી પડતા શિક્ષકો, બાળકો અને વાલીઓ કોઈપણ જાતની તાલીમ કે પૂર્વતૈયારી વિના ઓનલાઈન શિક્ષણ કરવા બેસાડી દીધા છે. તેથી ઘરમા ગૃહીણીઓની ઘણી સમસ્યાઓ સામે આવી છે. બાળકોને ભણાવવા એ આપણે ત્યાં મોટાભાગે સ્ત્રીઓની જવાબદારી છે. સ્ત્રી વર્કિંગ વુમન હોય તો પણ મોટા બાળકો જાતે મેનેજ કરી છે પરંતુ નાનાં ટાબરિયાં નું શુ? શું તેઓ ચાર-છ મહિના નહી ભણે તો એમનું ભાવિ અંધકારમય થઈ જશે? સ્કૂલોએ એનું કામ ચાલુ રાખવાનું હોવાથી એ દિશામાં ન વિચારે એ સ્વાભાવિક છે. પરંતુ એમની મુશ્કેલીઓને જાણવાનો અમે જરૂર પ્રયાસ કર્યો છે.

ઘરમાં બે બાળકો છે એમનો ઓનલાઈન ભણવવાનો સમય એકજ હોય ત્યારે મમ્મી શું કરે?  ખાસ કરીને દીકરા-દીકરીઓના ક્લાસ એક જ સમયે હોય તેથી બંનેના એક પછી એક વારાફરતી બેસાડવા પડે છે. જેથી બંને બાળકોને ભણવાનું સુકાઈ જાય છે. બીજી બાજુ બંને બાળકોને ડિસ્ટબન્સ પણ આવે છે. આ રીતે લાંબા સમય સુધી ચાલે છે અને બાળકો અલગ અલગ સ્માર્ટ ફોન લેવો પડે જે આર્થિક રીતે અઘરુ છે. પહેલા ધોરણમાં ભણતું બાળક મોબાઈલ પર બધા ઓપરેટર કરેજ છે પરંતુ ભણતી વખતે મમ્મી સાથે ન હોય તો એ અઘવાયું બને છે. એની એકાગ્રતા રહેતી નથી.૧૦ વાગ્યે બેંકમાં પહોંચવાનું હોય એ મમ્મી ૧૦ થી ૧૨ બાળકો સાથે ઓનલાઈન કઈ રીતે રહી શકે? તેમણે અન્યના ભરોસે બાળકોનું ભણવાનું છોડવું પડે છે.  અત્યાર સુધી બાળકો સ્કુલે જાય એટલે સ્ત્રીઓ ઘરનાં કામમાં જોડાય. સવારની રસોઈ સ્ત્રીને જાતે જ બનાવવાની હોય. બાળકો સાથે એ બેસે એટલે ઘરમાં બધું ખોરવાઈ જાય. ચાલુ સેશને દસ વખત ઉભા થવું પડે. ઓનલાઈન અભ્યાસ સાથે એસાઈમેન્ટ અને હોમવર્ક પણ કરાવવાનું આ સ્ત્રીઓ અત્યારે પોતે નવેસરથી ભણતી હોય એવી ફિલિંગ અનુભવે છે. બાળકો સાથે પાંચ-છ કલાક માથા ફોડ્યા પછી એને બીજા કામમાં કોઈ કનેક્શન મળતું નથી. તેથી એ આખો દિવસ સંકળાયેલી રહે છે.

સામાન્ય રીતે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો માટે અંગ્રેજી ન આવડતું હોય એવી માતાઓનો બળકોને ભણાવવાનું મુશ્કેલ પડે છે. તેઓ નાના બાળકો સાથે ઓનલાઈન બેસે તો ખરા પરંતુ તેનો પલ્લે બધું પડતું નથી. અત્યાર સુધી સ્કૂલ અને ટયૂશન દ્વારા બધું મેનેજ થઈ જતું. હવે બાળકો મમ્મી ની મજાક ઉડાવે છે કે તને કંઈ ખબર નથી પડતી.તેઓ ઈન્ડિરિયારીટી ફીલ કરી રહી છે.  ત્રીસ-પાંત્રીસ વર્ષની સ્ત્રીઓ મોબાઈલમાં એકસ્પર્ટ છે પરંતુ વાઈફાઈ બરાબર ન ચાલે, નેટવર્ક જતું રહે કે સાઉન્ડ ન સંભળાય ત્યારે તે ટેક્નિકલી વીક પડે છે. એટ ઘી મોમન્ટ બહુ ઓછી સ્ત્રીઓ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. ઓનલાઈન સ્ટડી સમય – શકિત અને પૈસા બચાવે છે. બાળકો સ્કૂલમાં પણ અ ટ. રૂમમાં ભણે અને દિવસમાં બે-ચાર કલાક તેઓ મોબાઈલ પર પસાર કરે છે.  પૂરતી ટ્રેનિંગ અને સુવિધા વિના નાનાં બાળકોને ઓનલાઈન ભણાવવું મુશ્કેલ છે. એને બદલે બાળકોને પ્રોજેક્ટ વર્ક આપો. ભણવા સિવાય એવી ક્રિએટિવ પ્રવૃતિઓ સોપો જેમાં બાળકની બુદ્ધિ અને ક્રિએટિવિટી બંને ખીલે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.