માનસિક સ્થિતિને લઈ લોકો થયા સભાન
વૈશ્ર્વિક મહામારી કોરોના વિશ્ર્વ આખાને જયારે હેરાન-પરેશાન કરી રહ્યું છે ત્યારે દેશનાં નામાંકિત અને પ્રતિષ્ઠીત લોકો પણ કોરોનાનાં કહેરમાં સપડાયા છે. બીજી તરફ હાલનાં સમયમાં અમિતાભ બચ્ચને તેના બ્લોગ ઉપર ટવીટ કરતા જણાવ્યું હતું કે, માનસિક સ્વસ્થતાની ખામીઓને કોરોના ઉઘાડુ પાડી રહ્યું છે. હાલ વૈશ્ર્વિક સ્તર ઉપર કોરોનાને નાથવા માટે કોઈપણ પ્રકારની દવાની શોધ કરવામાં આવી નથી ત્યારે લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરવામાં આવે તો જ કોરોનાથી બચી શકાય તેવી વાત સામે આવી રહી છે. બીજી તરફ કોરોનાથી બચવા લોકો પોતાની રોગપ્રતિકારક શકિતને વધુને વધુ મજબુત બનાવવા માટે મથી રહ્યા છે. એક તરફ કોરોનાને લઈ લોકો ભયભીત તો થયા જ છે પરંતુ આ મહામારીથી લોકોને માનસિક સ્વસ્થતામાં ઉદભવિત થતી ખામીઓ છે તેને પણ બહાર પાડવામાં આવ્યું છે.
અમિતાભ બચ્ચને કોરોના માટે તબીબી પ્રશિક્ષણ લેવા માટે હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડ તથા દર્દીઓ અંગે પણ ઘણીખરી વાતો કરી હતી. કોરોના પોઝીટીવ દર્દીઓ જો માનસિક રીતે મજબુત હોય તો તેઓ આ બિમારીથી નજીવા સમયમાંથી બહાર આવી શકે છે જયારે અન્ય દર્દીઓ માટે કોરોનાનું તબીબી પ્રશિક્ષણ લેવા માટે ઘણો લાંબો સમય વેઠવો પડે છે. સૌપ્રથમ તો પ્રશ્ર્ન એ ઉદભવિત થાય કે, માનસિક સ્વસ્થતાની ખામીઓ શું હોય શકે ત્યારે તેના પ્રતિઉતરમાં એ વાત સ્પષ્ટ થાય છે કે, માનસિક થાક તથા લોકોની જીવનશૈલીમાં ફેરબદલ આવવાના કારણે તેઓ માનસિક અસ્વસ્થ રહેતા હોય છે પરિણામરૂપે લોકોને કોરોનાની સીધી જ અસર જોવા મળે છે.
કોરોનાથી સ્વસ્થ થયેલ દર્દીઓને પણ માનસિક સ્થિરતા આપવા માટે પ્રોફેશનલ લોકોનો સહારો લેવામાં આવે છે. સાથો સાથ જે લોકોએ કોરોનાની સારવાર લીધેલી હોય તેવા તમામ સાજા થયેલા દર્દીઓએ અન્ય લોકોને માનસિક સ્વસ્થતા આપવા કાર્ય કરવા જોઈએ. જે કોઈ દર્દીની રોગપ્રતિકારક શકિત સારી હોય અને તે માનસિક રીતે સ્વસ્થ હોય તે કોરોનાનાં કહેરમાંથી સુચારુરૂપથી બહાર નિકળી શકે છે. બ્લોગ બસ્ટર સુપર સ્ટાર બીગ-બીએ પણ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓમાં જે ડર પ્રસ્થાપિત રહેતો હોય છે તે અંગેની માહિતી પણ આપી હતી.