કોરોનાની ત્રીજી લહેર પૂર્વે રસીકરણની ઝુંબેશને તેજ બનાવીને કોરોનાને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થાય તેવી શકયતાને લઈ 2 થી 18 વર્ષના બાળકો માટે કોવેક્સિનની ક્લિનીકલ ટ્રાયલની ભલામણ કરવામાં આવી છે અને એક્ષપોર્ટ કોમોટની ટ્રાયલની મંજૂરીની સત્તાવાર જાહેરાત બાકી હતી. તેમાં સરકારે મંજૂરી આપી દેતા એક્ષપોર્ટ કોમોટની ટ્રાયલને મંજૂરી મળી જતાં હવે 2 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન માટે દરવાજા ખુલી ગયા છે. પરંતુ ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. બાળકોને કોરોનાની રસીથી સુરક્ષીત કરવાનું અભિયાન હાથ ધરવાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધુ સંક્રમણની દહેશત વ્યકત કરવામાં આવી છે. આ લહેર શરૂ થાય તે પહેલા જ 2 થી 18 વર્ષના તમામ બાળકોને રસીકરણથી સુરક્ષીત કરી લેવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ બાળકોને રસીથી સુરક્ષીત કરી કોરોનાની નવી લહેર આવે તે પહેલા જ પુર પહેલા પાળ બાંધી બાળકોને સુરક્ષા કવચ આપી દેવામાં આવશે. કોરોનાની ત્રીજી લહેર બાળકોને લપેટમાં લે તેવા વૈજ્ઞાનિકોએ આપેલા મત મુજબ ત્રીજી લહેર આવે તે પહેલા જ દેશના તમામ બાળકોને રસીથી સુરક્ષીત કરવાનું સરકારે આયોજન કર્યું છે. આજે બાળકોને રસી આપવા માટેની તૈયારીમાં એક ડગલુ આગળ વધીને એક્ષપોર્ટ કોમોટની બાળકોની રસી આપવાની ટ્રાયલને આજે સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. 2 થી 18 વર્ષના બાળકોને કોવેક્સિનની ટ્રાયલની ભલામણ હતી, ટૂંક સમયમાં બાળકોને પણ કોરોના રસીથી સુરક્ષીત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. કોરોનાની પ્રથમ લહેરમાંથી વિશ્ર્વ એક વાત તો શીખી જ ગયું છે કે કોરોનાની મહામારી એ એક વાત જરૂર શીખવી દીધી કે આ બિમારીના ઈલાજ માટે રસીકરણ જ ઈલાજ છે. અમેરિકાએ રસીકરણમાં દાખવેલી ચીવટ હવે પરિણામદાયી બની અને ત્યાં માસ્ક પહેરવાની પણ જરૂર નથી રહી. ગુજરાતમાં પણ રસીકરણની ચીવટથી કોરોના કાબુમાં આવતું જાય છે. હવે ત્રીજી લહેર આવે અને બાળકોને સંક્રમીત કરે તે પહેલા જ બાળકોને રસીથી સુરક્ષીત કરી લેવાશે.
કોરોનાની ત્રીજી લહેર પૂર્વે રસીકરણની ઝુંબેશને તેજ બનાવીને કોરોનાને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થાય તેવી શકયતાને લઈ 2 થી 18 વર્ષના બાળકો માટે કોવેક્સિનની ક્લિનીકલ ટ્રાયલની ભલામણ કરવામાં આવી છે અને એક્ષપોર્ટ કોમોટની ટ્રાયલની મંજૂરીની સત્તાવાર જાહેરાત બાકી હતી. તેમાં સરકારે મંજૂરી આપી દેતા એક્ષપોર્ટ કોમોટની ટ્રાયલને મંજૂરી મળી જતાં હવે 2 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન માટે દરવાજા ખુલી ગયા છે. પરંતુ ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. બાળકોને કોરોનાની રસીથી સુરક્ષીત કરવાનું અભિયાન હાથ ધરવાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. દોઢ વર્ષ પહેલા શરૂ થયેલી કોરોનાની બીમારીનું આગમન થયું ત્યારે કોરોનાના લક્ષણથી લઈને ઈલાજ શું કરવો તેનો કોઈ ઉપાય મેડિકલ સાયન્સમાં હતો નહીં. બીજી લહેર પૂરી થાય ત્યાં સુધી વગર દવાએ ફાંફાં જેવી પરિસ્થિતિ બાદ ભારતે શોધેલી ત્રણેય રસીને વિશ્ર્વએ સ્વીકારી હતી. રસીકરણથી કોરોનાના મૃત્યુદરમાં કાબુ અને શરીરની રોગપ્રતિકારક શક્તિથી કોરોનાના સંક્રમણને રોકવાની ઉક્તિ સફળ થઈ. હવે બાળકોને આગોતરી રસીથી સુરક્ષીત કરી લેવાશે તો ત્રીજી લહેર ઘાતક નહીં બને તેવો વિશ્ર્વાસ ઉભો થયો છે.