વિશ્વભરમાં લોકતંત્રનો ખતરામાં છે અને અમેરિકા-ચીન સંબંધો આ સદી માટે એક કસોટી સમાન છે. આ કહેવું છે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેનનું, બ્લિન્કેને પોતાના મહત્વના ભાષણાં બાઈડેન પ્રશાસન અને અમેરિકાની વિદેશ નીતિની રૂપરેખા સામે રાખી હતી. તેમણે આ વિદેશ નીતિના આઠ પોઈન્ટ સમજાવ્યાં હતાં.
•વિશ્વ અને એમેરિકા કોરોના મહામારીમાંથી બહાર નિકળે તેના માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. આવી મહામારી ફરી ન આવે તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહામારીના કારણે આર્થિક મંદીના શિકંજામાં દુનિયા આવી ગઈ છે, તેમાંથી બહાર નિકળવા અને બાકીના દેશોને બહાર નિકાળવાનો પ્રયાસ કરી છું.
•મફત વેપાર કરાર કરશે, પરંતુ અમેરિકનોની નોકરીની ચિંતા પણ કરશે.
•વિશ્વમાં લોકતંત્રના ખતરામાં છે. મહામારીએ આ સ્થિતિ વધુ ખરાબ કરી નાખી છે. તેને બચાવવાનું કામ કરશે. અમારૂ લોકતંત્ર પણ ખતરામાં છે અને તેને સુધારવાની શરૂઆત અહીથી જ શરૂ કરવામાં આવશે. રશિયા અને ચીનની નજર અમારા લોકતંત્ર પર રહે છે. એમે એવી કોઈ ભુલ કરીશું નહી કે, તેને કોઈ તક મળી શકે.
•અમે બીજા દેશોના લોકતાંત્રિક મુલ્યો પર ચલવા માટે રાજી કરી છું. દિનિયામાં અન્યાયને રોકી છું અને અમે સેન્યની તાકતને આગળ વધારી છું.
•અમેરિકામાં મોટી સંખ્યામાં બીજા દેશોમાંથી લોકો આવે છે.તેનું કારણ એ છે કે, દેશોમાં પર્યાપ્ત તક નથી. અમે પ્રયત્ન કરી છું કે, તેના પણ તક મળે.પરંતુ અમેરિકા આવતા લોકો સાથે અન્યાય નહી થાઈ.
•જલવાયુ સંકટ તરફ કામ કરી છું. અમે 15% કાર્બન ઉત્સર્જન કરીએ છીએ પરંતુ બાકીના દેશમાં 85% ઉત્પાદન થાય છે. તેથી આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.
•અમે મિત્ર દેશોની સાથે મળીન ટેક્નોલોજીને કલ્યાણકારી બનાવવા માંટે કામ કરી છું. લોકોની પ્રાઈવેસી ખતરામાં છે તેની રક્ષા કરી છું.
•ચીન અને અમેરિકાના સંબંધો આ સદીની સૌથી મોટી કસોટી છે. ચીનની આર્થિક, વ્યૂહાત્મક અને રાજદ્વારી શક્તિ એવી છે કે તે વિશ્વ વ્યવસ્થાને પડકારતી હોય છે. અમે ચીનનો સખત સામનો કરીશું.
અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કેને પોતાના ભાષણમાં ચીનનું ઘણી વખત નામ લીધુ હતું. તેમના ભાષણમાં નોર્થ કોરિયા,રશિયા,ઈથોપિયા અને કન્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ખાસ કરીને લોકતાંત્રિક દેશો,માનવાધિકારનું ઉલ્લધંન, ધાર્મિક અલ્પસંખ્યકો અને ગેર બરાબરીનો ઉલ્લેખ કર્યો હતો. બ્લિન્કેને પોતાના બાષણમાં ફ્રીડમ હાઉસના રિપોર્ટ ‘ડેમોક્રેસી એન્ડર સીજ’નો ઉલ્લેખ કર્યો હતો.